દેશભરમાં જાણીતા અને સૌથી ચર્ચિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં આવવાને છે. તેના લીધે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એવામાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા દ્વારા બાગેશ્વર ધામ સરકારની ગુજરાત મુલાકાતને લઈને ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.
શંકરસિંહ વાઘેલા દ્વારા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ના ગુજરાત પ્રવાસ પર જણાવવામાં આવ્યું છે કે, બાબા દ્વારા ભાજપનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે રાજનીતિમાં ધર્મના ઉપયોગ થવો જોઈએ નહીં. ભાજપ દ્વારા ધર્મનો ઉપયોગ બંધ કરવો જોઈએ. વાઘેલા દ્વારા વધુમાં જણાવ્યું છે કે, આ બધું ભાજપ દ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે જ્યારે ધર્મના નામ પર છેતરપીંડી કરનારા લોકો ક્યારેય પણ ભૂખે મરતા નથી. બાગેશ્વર ધામ સરકારના નામ પર ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ગુજરાતના સુરત, અમદાવાદ અને રાજકોટમાં દરબાર લગાવવામાં આવશે.
શંકરસિંહ વાઘેલા દ્વારા તેની સાથે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ની ગુજરાત મુલાકાત આવું ભાજપ દ્વારા કરવામાં આવેલ માર્કેટિંગ છે. આપણા દેશમાં ધર્મના નામ પર દેશ દ્રોહ કરનારા ક્યારેય ભૂખે મરતા નથી. જ્યારે ધર્મનો રાજનીતિમાં ઉપયોગ કરવો યોગ્ય નહીં. ભાજપ દ્વારા નકલી ચમત્કારના નામ પર ખેલ કરવામાં આવી રહ્યા છે. વૈજ્ઞાનિક યુગમાં આવી વાતોનો કોઈ ચાન્સ રહેલ નથી. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે, અંધભક્તોને ભગવાન માફ કરે, આપણે વૈજ્ઞાનિક યુગમાં જીવન પસાર કરવું જરૂરી છે.
નોંધનીય છે કે, બાબા બાગેશ્વર ના કાર્યક્રમનું આયોજન અમદાવાદ ના ચાંદલોડિયા વિસ્તારમાં થવાનો હતો. જેમાં પ્રથમ બે દિવસનો દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મુજબ, 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર ધામ સરકાર નો દિવ્ય દરબાર ભરાવવાનો હતો. તેમ છતાં પરિસ્થિતિ બગડતા દિવ્ય દરબારના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જાણકારી મુજબ, અમદાવાદમાં એક જ દિવસ માટે બાબાનો દિવ્ય દરબાર ભરવામાં આવશે. તેમ છતાં તેના માટે કોઈપણ જાતનું રજીસ્ટ્રેશન કે ઓનલાઈન એન્ટ્રી કરાવવી પડશે નહીં. કોઈપણ વ્યક્તિ દિવ્ય દરબારમાં પ્રવેશ મેળવી શકશે. અમદાવાદમાં બે દિવસના બદલે હવે 29 મે ના રોજ દિવ્ય દરબાર ભરાવાના સમાચાર સામે આવ્યા છે. તેની સાથે કોઈપણ ભક્ત આ દરબારમાં આવી શકશે. જ્યારે હવે એક દિવસનો દિવ્ય દરબાર રખાયો છે. પહેલાં બે દિવસના કાર્યક્રમ નું નક્કી કરવામાં આવ્યું હતો. પરંતુ ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ થતા તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.