IndiaNews

શેરબજારમાં મોટો કડાકો, Adani Wilmar બીજા દિવસે પણ તૂટ્યો, સાથે-સાથે આ પાંચ શેર પણ ગબડીને નીચે આવ્યા, જાણો તાજા સમાચાર,

યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવમાં વધારો, ABG શિપયાર્ડ સંબંધિત બેંકિંગ છેતરપિંડી અંગે FIR ની નોંધણી જેવી ઘટનાઓથી શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે.ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ ૧,૫૦૦ પોઈન્ટ તૂટ્યો હતો.અદાણી વિલ્મરનો સ્ટોક પણ સતત બીજા સત્રમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

વધુમાં જણાવીએ તો SBI, ICICI બેંક અને HDFC ના શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.બીજી તરફ JSW સ્ટીલ અને ITC ના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો.સોમવારે સવારે NSE પર અદાણી વિલ્મરના એક શેરની કિંમત ૦.૭૯ ટકા ઘટીને રૂ.૩૭૮.૦૦ હતી.ગયા મંગળવારે ઓપન માર્કેટમાં લિસ્ટિંગ થયા બાદ આ સ્ટોક ગુરુવાર સુધી સતત અપર સર્કિટ પર રહ્યો હતો.

મંગળવારે આ સ્ટોક લગભગ ૪ ટકાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો હતો. આ પછી શેરમાં રિકવરી થઈ અને ૧૮ ટકાના જબરદસ્ત વધારા સાથે બંધ થયો.આ પછી સતત બે દિવસ સુધી આ સ્ટૉકમાં અપર સર્કિટ રહી હતી.ABG શિપયાર્ડને લગતી બાબતોમાં આ બંને બેંકોનું એક્સપોઝર સામે આવ્યું છે.

આ કારણે,સોમવારે સવારે SBI ના એક શેરની કિંમત ૩.૦૯ % ના ઘટાડા સાથે રૂ.૫૧૩.૨૫ પર ટ્રેન્ડ કરી રહી હતી.શેરબજારમાં સૌથી લોકપ્રિય શેરમાંના એક,ITC ના એક શેરની કિંમત ૧.૭૬ % ઘટીને રૂ.૨૨૩.૨૦ પર ટ્રેન્ડ કરી રહી હતી.બીજી બાજુ,JSW સ્ટીલના એક શેરની કિંમત ૪.૮૭ % ના ઘટાડા સાથે રૂ.૬૩૮.૭૦ પર ટ્રેડ થઈ રહી હતી.