IndiaNews

13 વર્ષની દીકરીએ ગુંડાગીરીથી હેરાન થઈને બનાવી દીધી એક એપ, 50 લાખ મળ્યા શાર્કટેન્કથી

હમણાં ગુરુગ્રામમાં રહેવાવાળી 13 વર્ષની એક વિદ્યાર્થીની ખૂબ ચર્ચાનો વિષય બનેલ છે. અનુષ્કાએ આટલી ઉમરમાં એ કામ કરી બતાવ્યું છે જે મોટા મોટા વ્યક્તિઓ નથી કરી શકતા. તેણે એક એપ બનાવી છે જે બુલીનગ એટલે કે ડરાવવા અને ધમકાવવા અને ગુંડા તત્વોને રોકવામાં મદદગાર રહેશે.

હાલમાં જ અનુષ્કાએ ટીવી રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’માં ભાગ લીધો હતો. શાર્ક ટેન્ક ઈન્ડિયા શો બિઝનેસ અને રોકાણ પર આધારિત છે જે એક અનન્ય બિઝનેસ આઈડિયા સાથે શોમાં જોડાનારાઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપે છે. આવા સ્પર્ધકો તેમના બિઝનેસ આઈડિયાને દરેકની સામે શેર કરે છે, જો તેમના આઈડિયામાં પાવર હોય તો શોના જજ તરીકે સામેલ બિઝનેસ વ્યક્તિ તેમના આઈડિયા પર રોકાણ કરીને લોકોનું જીવન બદલી શકે છે.

અનુષ્કએ આ શોમાં જજને જણાવ્યું હતું કે, ‘જ્યારે તે ફક્ત 9 વર્ષની હતી ત્યારે તેની એક મિત્ર હેરાનગતી નો શિકાર થઈ હતી. તે કહે છે કે, ‘હું એ ઘટના બિલકુલ ભૂલી શકતી નથી. હું તેનો ચહેરો ક્યારેય ભૂલી શકીશ નહીં જેણે તેનો મજાક ઉડાવ્યો હતો. તે એ સમયે બહુ ગભરાઈ ગઈ હતી અને તે પોતાની જાતને બિલકુલ અસહાય અનુભવતી હતી.’ તે કહે છે કે મારા અમુક મિત્રોએ એક 6 વર્ષની બાળકીને હેરાન કરવા માટેનો નિર્ણય કર્યો, સ્કૂલના ફકશન દરમિયાન તેનું નામ બોલવા પર બધા તેની પર હસવા લાગે છે અને તે બાળકી બહુ ડરી ગઈ હતી.’

જોલી કહે છે, ‘મને ટૂંક સમયમાં ખ્યાલ આવી ગયો કે આવી ઘટનાઓ શાળામાં સામાન્ય છે, પરંતુ ગુંડાગીરીથી બાળકોનો આત્મવિશ્વાસ ઘટી જાય છે.’ આ પછી અનુષ્કાએ એવું કંઈક કરવાનું વિચાર્યું જેનાથી કોઈ પણ વિદ્યાર્થી પરેશાન થાય. અથવા ક્લાસના મિત્રોના ખરાબ મજાકનો સામનો ન કરવો પડે.

જ્યારે તેણે જોયું કે દર 5માંથી એક બાળક ગુંડાગીરીનો શિકાર છે, ત્યારે તેણે તેના વિશે કંઈક કરવાનું વિચાર્યું. અનુષ્કાએ 3 વર્ષ પહેલા એન્ટી બુલીંગ સ્ક્વોડ નામનું અભિયાન શરૂ કર્યું હતું. તેના દ્વારા તે વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને પ્રેરણા આપતી હતી. 8માં ધોરણમાં ભણતી અનુષ્કા અત્યાર સુધીમાં 100થી વધુ શાળાઓમાં 2 હજારથી વધુ વિદ્યાર્થીઓને જાગૃત કરી ચૂકી છે.

એની સાથે જ અનુષ્કા જૉલીએ એક એવી એપ બનાવી જેમાં વિદ્યાર્થી અને અભિભાવક પોતાનું નામ જણાવ્યા વગર જ બુલીની ઘટનાની રિપોર્ટ કરી શકે છે. અનુષ્કાના એપનું નામ કવચ છે. કવચ એપ આખા દેશના સ્કૂલ અને બાળકો સુધી પહોંચશે અને તેને એન્ટી બુલીનગ વિષે જાગૃત કરશે. આ એપ દ્વારા વેબીનાર અને વન ટુ વન ટોક પણ થઈ શકે છે. વિદ્યાર્થી અથવા પેરેન્ટ્સ નામ વગર ફરિયાદ કરીને સ્કૂલ અને કાઉન્સેલરને આ ઘટના વિષે દાખલ કરી શકે છે.

શાર્ક ટેન્ક ઈન્ડિયાના ન્યાયાધીશોને અનુષ્કાનો કોન્સેપ્ટ પસંદ આવ્યો અને તેની સામાજિક પહેલને કારણે તેને 50 લાખની ફંડિંગ ઓફર પણ મળી છે. જોલીના વિચારને પીપલ ગ્રુપ shaadi.com ના સ્થાપક અને સીઈઓ અનુપમ મિત્તલ અને બોટના સહ-સ્થાપક અમન ગુપ્તા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.