ઠાકરે રાજ : તો હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ને અટકાવી દેશે શિવસેના ?
Mumbai : મહારાષ્ટ્રમાં ભારે રસાકસી બાદ હવે શિવસેના-NCP અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બની ગઈ છે. શિવસેના છેલ્લા કેટલાક સમયથી અનેક બાબતોમાં મોદી સરકારનો વિરોધ કરતી આવી છે. હવે ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ શિવસેના આક્રમક મૂડમાં છે. ભાજપ સાથે છેડો ફાડવો મોટી વાત નથી પણ હવે મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં શિવસેનાની સરકાર સત્તામાં આવી ગઈ છે. શિવસેના મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કેટલાય સમયથી વિરોધ કરે છે.
આ ઉપરાંત કોલોનીમાં ઝાડ કાપી નાખવા બાબતે હવે શિવસેના સરકાર તપાસ શરુ કરાવી શકે છે. શિવસેના તેના મુખપત્ર ‘સામાના’ મેગેઝીનમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરતી આવી છે. પાર્ટી પ્રવક્તા કહે છે કે અમે પહેલા દિવસથી જ બુલેટ ટ્રેનનીવિરોધમાં છીએ કેમ કે તે પર્યાવરણને નુકસાન કરીને બનવાવમાં આવશે. જો લોકો આ પ્રોજેક્ટની સાથે નથી તો અમે તેને આગળ નહીં જ વધવા દઈએ.
ઉલ્લેખનીય છે કે કેટલાક સમય અગાઉ મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કેરીના અસંખ્ય ઝાડ કાપી નાખવામાં આવ્યા હતા. તે વેખતે શિવસેનાએ વિરોધ કર્યો હતો કેમ કે આ પ્રોજેક્ટથી હજુ અસંખ્ય ઝાડ કપાવાના હતા અને પર્યાવરને મોટું નુકસાન થઈ શકે તેમ હતું.