CongressIndiaPolitics

Shivsena ના ધારાસભ્યે આપી ધમકી: ધારાસભ્યોને તોડવાવાળા ના માથા તોડી નાખશુ..

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને NCP વચ્ચે વાતચીત ચાલી રહી છે. કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ગુરુવારે કહ્યું કે બંને પક્ષો વચ્ચે સરકારની રચના અંગે વાતચીત પૂર્ણ થઈ ગઈ છે. બંને વચ્ચેના તમામ મુદ્દાઓ પર સર્વસંમતિ રચવામાં આવી છે, પરંતુ આ દરમિયાન શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તરે ધમકીભર્યા સૂરમાં કહ્યું છે કે જો કોઈ શિવસેનાના ધારાસભ્યને તોડવાની કોશિશ કરશે તો અમે તેનું માથુ તોડી નાખીશું.

ગુરુવારે કોંગ્રેસ કારોબારી ની બેઠક મળી હતી, જેમાં શિવસેના સાથે મહારાષ્ટ્રમાં જોડાણના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. સીડબ્લ્યુસીએ શિવસેના સાથેના જોડાણને લીલી ઝંડી આપી દીધી છે. કારોબારીની બેઠક બાદ કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે કહ્યું, અમે સીડબ્લ્યુસીને મહારાષ્ટ્રની તાજેતરની રાજકીય પરિસ્થિતિથી વાકેફ કર્યા છે. તેમણે કહ્યું કે એનસીપી સાથે વાતચીત ચાલી રહી છે.

NCP ના નવાબ મલિકે કહ્યું છે કે આ ત્રણ પક્ષમાંથી કોઈ પણ એક સરકાર બનાવી શકે છે. સત્તા માટે ફોર્મ્યુલા 16:15:12 છે, જે મુજબ મંત્રીમંડળમાં શિવસેનાના 16, એનસીપીના 15 અને કોંગ્રેસના 12 પ્રધાનો અને અધ્યક્ષ પદ રહેશે. મુખ્ય પ્રધાન પદ અઢી વર્ષ શિવસેના પાસે રહેશે અને બાકીના વર્ષો સુધી એનસીપી પાસે રહેશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે