Hinduismમાં ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક સંસ્કાર શાસ્ત્રોક્ત રીતથી કરવામાં આવે છે. ખાસ કરીને અંતિમ સંસ્કારને અત્યંત પવિત્ર વિધિ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો અંતિમ સંસ્કાર યોગ્ય વિધિ અને નિયમો અનુસાર ન કરવામાં આવે તો આત્માને મોક્ષ પ્રાપ્ત થતો નથી અને તે ભટકતી રહે છે.
Garuda Purana અનુસાર સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર ન કરવા જોઈએ. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ રાત્રે થાય તો તેના મૃતદેહને બીજા દિવસના સૂર્યોદય સુધી રાખીને ત્યારબાદ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ રાત્રિના સમયમાં નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય બને છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે સૂર્યાસ્ત પછી યમલોકના દ્વાર ખુલતા હોવાથી આ સમયને અગ્નિસંસ્કાર માટે શુભ માનવામાં આવતો નથી.
રાક્ષસ યોનિનો ભય:માન્યતા મુજબ જો રાત્રે અગ્નિસંસ્કાર કરવામાં આવે તો આત્માને પરલોકમાં શાંતિ મળતી નથી અને તેને પીડાનો સામનો કરવો પડે છે. કેટલાક ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ છે કે આવી આત્મા આગામી જન્મમાં રાક્ષસ અથવા પિશાચ યોનિમાં જન્મ લઈ શકે છે.
શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી અગ્નિસંસ્કાર કરવાથી મૃત આત્માને સંપૂર્ણ મુક્તિ મળતી નથી. જેના કારણે આગામી જન્મમાં શારીરિક અથવા માનસિક ખામીઓનો ભોગ બનવો પડી શકે છે.
પરિવાર માટે અશુભ માન્યતા
સૂર્યાસ્ત પછી અગ્નિસંસ્કાર કરવો શાસ્ત્રવિરુદ્ધ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આમ કરવાથી પરિવારજનો અને અંતિમ વિધિમાં સામેલ લોકો પર પણ દોષ લાગે છે.
કઈ પરિસ્થિતિમાં અપવાદ માન્ય છે?
ધાર્મિક ગ્રંથોમાં કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં રાત્રે અગ્નિસંસ્કાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમ કે:મહામારી, યુદ્ધ અથવા કુદરતી આપત્તિ, મૃતદેહ ઝડપથી સડી રહ્યો હોય, ચેપ ફેલાવાનો ભય હોય. આવી પરિસ્થિતિમાં “દોષ નિવારણ સંસ્કાર” કરવાની પણ પરંપરા દર્શાવવામાં આવી છે. તેમાં સોના, ચાંદી અથવા લોટમાંથી Surya દેવની પ્રતીકાત્મક મૂર્તિ બનાવી તેને ચિતામાં સાથે મૂકવાની માન્યતા છે.
માનવ શરીરના પાંચ તત્વ
હિંદુ શાસ્ત્રો અનુસાર માનવ શરીર પાંચ તત્વોથી બનેલું છે — પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. અગ્નિસંસ્કાર દરમિયાન શરીર ફરી આ પાંચ તત્વોમાં વિલીન થઈ જાય છે. યોગ્ય વિધિ વગર અંતિમ સંસ્કાર થાય તો આત્મા મુક્તિ મેળવી શકતી નથી અને ભટકતી રહે છે એવી માન્યતા છે.
જો કોઈ વ્યક્તિનું મૃત્યુ રાત્રે થાય તો મૃતદેહને ઘરમાં Tulsi પાસે રાખવામાં આવે છે અને આસપાસ દીવા પ્રગટાવવામાં આવે છે. બીજા દિવસે સૂર્યોદય પછી જ મૃતદેહને સ્મશાન લઈ જઈ અંતિમ વિધિ કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો દિવસ દરમિયાન મૃત્યુ થાય તો સૂર્યાસ્ત પહેલાં અંતિમ સંસ્કાર પૂર્ણ કરી દેવા જોઈએ, કારણ કે સૂર્યાસ્ત પછી અગ્નિસંસ્કાર કરવો ધાર્મિક રીતે યોગ્ય માનવામાં આવતો નથી.