Gujarat

આજના યુગનો શ્રવણ, જે દરરોજ ૧૦૦ જેટલા નિરાધાર માવતરને ભરપેટ ભોજન કરાવી તેમનું પેટ ભરે છે

હાલના કળયુગના જમાનામાં કેટલાક બાળકો પોતાના માતા-પિતાને પોતાની સાથે રાખવા ઈચ્છતા નથી. તેમને બે ટાઈમનું ભોજન તે આપી શકતા નથી. એવામાં આજે એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ૧૦૦ જેટલા વૃદ્ધ નિરાધાર માવતર માટે દીકરાને જેમ કામ કરી રહ્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે, ઘણા એવા બાળકો હોય છે કે જે પોતાના માતા પિતાનો સહારો બનવાની જગ્યાએ તેમને ઘરમાંથી બહાર કાઢી મેક્તા હોય છે. તેના લીધે બિચારા વૃદ્ધ માતા-પિતા ઘડપણમાં રસ્તે રઝળતા બની જાય છે, વડોદરાના નીરવ ભાઈ છેલ્લા ઘણા સમયથી નિરાધાર અને બેસહારા લોકોને બે ટંકનું ખાવાનું આપીને તેમનું પેટ ભરી રહ્યા છે.

કોરોનાનો સમય ચાલુ થયો હતો તે સમયથી લોકોની સ્થિતિ જોઈને તેમને તેમની પત્ની સાથે મળીને ૨૦ જેટલા નિરાધાર લોકોને ભોજન આપવાની શરૂઆત કરી હતી. કોરોના કાળ બાદ આજે પણ તેમને આ સેવા ચાલુ રાખી છે. ૨૦ લોકોને આપવામાં આવતી સેવા આજે ૧૦૦ લોકો સુધી પહોંચી ગઈ છે. ૧૦૦ લોકોને નીરવ ભાઈ દરરોજ મફતમાં બે ટાઈમનું ખાવાનું આપીને તેમની ભૂખ શાંત કરી રહ્યા છે, આ કામ માટે તે કોઈની મદદ લેતા નથી. તેમના આ કામને લઈને તેમને આજના યુગનો શ્રવણ કહેવામાં આવી રહ્યો છે.

હાલમાં નીરવભાઈ પોતાની પત્ની સાથે મળીને વહેલી સવારના જમવાનું બનાવે છે અને તે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે. તે પોતાના ખર્ચે જ આ સંપૂર્ણ કામ કરે છે અને દરરોજ બે ટાઈમ ૧૦૦ લોકોનું પેટ ભરવું તે નાની વાત કહેવાય નહીં.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે