ODI વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ માટે છેલ્લી લીગ મેચમાં શ્રેયસ અય્યર (Shreyas Iyer) નું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. નેધરલેન્ડ સામેની આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલા ભારતે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 410 રન બનાવ્યા હતા, જ્યારે અય્યરે 94 બોલનો સામનો કરીને 128 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન અય્યરે ઘણા સુંદર શોટ્સ પણ ફટકાર્યા હતા. આ વર્લ્ડ કપમાં શ્રેયસની આ ચોથી ઈનિંગ છે, જેમાં તે 50થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે.
શ્રેયસે આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો:
શ્રેયસ અય્યરે(Shreyas Iyer) ભારત માટે વર્લ્ડ કપ એડિશનમાં મિડલ ઓર્ડર પ્લેયર તરીકે 50 થી વધુ રનની સૌથી વધુ ઇનિંગ્સ રમવાના મામલે સચિન તેંડુલકર (Sachin Tendulkar)ને પાછળ છોડી દીધો છે. 1992ના વર્લ્ડ કપમાં સચિને મિડલ ઓર્ડરમાં રમતા ત્રણ વખત 50થી વધુ રનની ઇનિંગ્સ રમી હતી, આ સિવાય સુરેશ રૈનાએ પણ 2015 વર્લ્ડ કપમાં મિડલ ઓર્ડરમાં રમતા 50થી વધુ રનની ઇનિંગ્સ રમી હતી.
આ પણ વાંચો: રસોઈ માટે કયું તેલ શ્રેષ્ઠ છે, ખરીદતી વખતે આ બાબતો તપાસો
અય્યર હવે આ યાદીમાં યુવરાજ સિંહથી પાછળ છે, જેણે 2011 વર્લ્ડ કપમાં પાંચ વખત 50 કે તેથી વધુ રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય શ્રેયસ અય્યર 2011 વર્લ્ડ કપ પછી ભારતીય ટીમનો પહેલો બેટ્સમેન છે જેણે આ મેગા ઈવેન્ટમાં ચોથા નંબર પર બેટિંગ કરીને સદી ફટકારી છે. આ પહેલા યુવરાજ સિંહે 2011ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે નંબર-4 પર રમતા સદી ફટકારી હતી.
શ્રેયસ અય્યરને કેએલ રાહુલે નેધરલેન્ડ સામેની સદી દરમિયાન સારો સાથ આપ્યો હતો, તેઓએ આ મેચમાં ચોથી વિકેટ માટે 208 રનની ભાગીદારી કરી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ વિકેટ માટે અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. આ પહેલા 2007ના વર્લ્ડ કપમાં માઈકલ ક્લાર્ક અને બ્રેડ હોજ વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી થઈ હતી અને આ નેધરલેન્ડ સામેની મેચમાં પણ મળી હતી.
આ પણ વાંચો: કેમ છોકરીઓ કુંવારી રહેવાનું પસંદ કરવા લાગી છે, 30 વર્ષ પછી પણ લગ્નનો કોઈ વિચાર નહિ