GujaratSouth GujaratSurat

સુરતમાં તસ્કરો બન્યા બેફામ, બટાકા ની ચોરી બાદ તસ્કરોએ 150 કિલો ટામેટાની કરી ચોરી

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ચોરી, દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. સુરતમાં ચોરીની ઘટના સામે આવી છે. એવામાં આ ચોરીને લઈને તમે ચકિત થઈ જશો. કેમકે ચોરો દ્વારા સોના, ચાંદીની નહીં પરંતુ સુરતમાં બટાકા બાદ હવે ટામેટાની ચોરી કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે

આપણે બધા જાણીએ જ છીએ કે, હાલમાં ટામેટાના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ટામેટાના ભાવ 200 રૂપિયે કિલો પહોંચી ગયા છે. એવામાં તસ્કરો દ્વારા ટામેટાની ચોરી કરવામાં આવી છે. તસ્કરો દ્વારા સુરતના કાપોદ્રા શાક માર્કેટમાંથી 150 કિલો જેટલા મોઘા ભાવના ટામેટાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા શાક માર્કેટમાં આજે વહેલી સવારના ટામેટાની ચોરી કરવામાં આવી છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ગયા છે. તેમ છતાં વેપારી દ્વારા આ મામલામાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

પ્રાપ્ત માહિતી મુંજબ, કાપોદ્રા શાકભાજી માર્કેટમાં ટામેટાના વેપારીઓ રાત્રીના સમયે તમામ સામાન મુકીને ઘરે ચાલ્યા જાય છે. એવામાં આજે સવારે શાકભાજી વેચવા માટે માર્કેટમાં આવ્યા તો ટામેટાની બોરીઓ ગુમ થયેલ જોઈ હતી. ત્યાર બાદ સીસીટીવી ચેક કરવામાં આવ્યા તો એક અજાણ્યો યુવક ટામેટાની ત્રણ બોરીઓ લઈ જતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ વેપારી દ્વારા આ મામલામાં પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમ છતા જાણકારી સામે આવી છે કે, વેપારી દ્વારા આ મામલામાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.