AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: સોશિયલ મીડિયા પર સગીરા સાથે કરી મિત્રતા અને પછી…

આજ કાલના યુવાનોમાં સોશિયલ મીડિયાનું ભૂત વધુ પડતું જધૂણી રહ્યું છે. યુવાનો પોતાના પરિવારજનો કે પછી તેમના કરિયરની પણ ચિંતા નથી કરતા અને નાની ઉંમરમાં જ કોઈને પ્રેમ કરવા લાગે છે અને પાછળથી પસ્તાવવાનો વખત આવે છે. જે બાદ માતા-પિતા પણ અફસોસ કરે છે કે ફોન ના લાવી આપ્યો હોત તો સારું. આવી જ કંઈક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે. જેમાં 10માં ધોરણમાં ભણતી એક સગીરા પોતાના ભવિષ્યની ચિંતા કર્યા વિના ઇન્સ્ટાગ્રામ મારફતે સુરેન્દ્રનગરના એક યુવકના પ્રેમમાં પડી હતી. ત્યારે આ વાતની જાણ તેના માતા-પિતાને થતા તેમણે સગીરાને ઠપકો આપ્યો હતો. જેને કારણે સગીરા માતા-પિતાનું ઘર છોડીને પ્રેમી સાથે જતી થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં 41 વર્ષીય પુરુષ ડ્રાઇવિંગ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની પણ રસોડા નું કામ કરીને ઘરખર્ચમાં પોતાનો ફાળો આપે છે.છે ઘરમાં બે સંતાન પણ છે. જેમાં એક દીકરી ધોરણ 10માં ભણે છે. થોડા સમય અગાઉ ઇન્સ્ટાગ્રામ પર આ પરિવારની દીકરી સુરેન્દ્રનગરના કોઈ યુવક સાથે છુપાઈને વાત કરતા ઝડપાઇ હતી. ત્યારબાદ તેણે એ યુવકનું નામ અને તેના વિશે કહ્યું હતું તેમજ તેણી આ યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા ધરાવે છે તેમ પણ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સગીરાની સ્કૂલ બેગમાંથી એક પર્સ તેમજ ઘડિયાળ મળી આવતા આ બાબતે સગીરાની તેના માતા- પિતાએ આ બાબતે પૂછપરછ કરી હતી. ત્યારે સગીરાએ આ ગિફ્ટ તેની એક ફ્રેન્ડે આપ્યા હોવાનું કહ્યું હતું. જો કે જરા જોરથી સગીરાને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેણે કબુલ્યું કે, તેના પ્રેમીને મળવા ગઈ હતી ત્યારે આ ગિફ્ટ તેણે આપી હતી. તેણીના બુકમાંથી એક મોબાઈલ નમ્બર પણ મળી આવ્યો હતો. જેમા તેણે મોબાઈલ નમ્બરની બાજુમાં તેના પ્રેમીનું નામ લખ્યું હતું. અને સગીરાના પિતાએ આ નંબર પર ફોન કરીને પ્રેમીને ઠપકો આપ્યો હતો.

ત્યારબાદ પ્રેમીએ માફી પણ માંગી હતી. અને હવે પછી તે યીવક તેની પ્રેમિકા સાથે વાત નહિ કરે તેવું કહ્યું હતું. બાદમાં સગીરાના માતા પિતાએ તેને શાળાએ જવાનું બન્ધ કરાવી દીધું હતું. જો કે, બે દિવસ અગાઉ આ સગીરા પરિક્ષા આપવ માટે સ્કૂલે ગઈ હતી. પરંતુ તે પરીક્ષા આપીને ઘરે બહુ જ મોડી આવી હતી. ત્યારે તેને કેમ મોડું થયું એ સવાલ પૂછતાં જ તેને કહ્યું કે તે બહેનપણીના ઘરે કોમ્પ્યુટરની પરીક્ષા ની તૈયારી કરવા માટે ગઈ હતી. અને પછી થોડા સમય બાદ તે ઘરેથી બીજે ક્યાંક જતી હતી. ત્યારે સોસાયટીના ગેટ આગળ તેણીના પિતા તેને જોઈ જતા તું ક્યાં જાય છે તેવું પૂછવા લાગ્યા હતા. ત્યારે સગીરાએ ભૂખ લાગી હોવાના કારણે કરિયાણાની દુકાને બિસ્કિટ લેવા માટે જતી હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે, લાંબા સમય બાદ પણ તે ઘરે ન આવી ત્યારે તેણીના માતા-પિતાએ કરિયાણાની દુકાને પૂછપરછ કરી હતી. ત્યારે દુકાનદારે જણાવ્યું કે અહીયા આવીને તેણીએ તેના મોબાઈલ ફોનથી કોઈની સાથે ફોન પર વાતો કરી હતી. જેપણ લાંબા સમય સુધી તે ઘરે ન આવી અને બાદમાં કરિયાણાની દુકાને પૂછપરછ કરતા તે દુકાનદારે કહ્યું કે તેણે અહીં આવીને મારા ફોનથી કોઈને ફોન પર વાતો કરી હતી. માતા-પિતાએ તે જ નમ્બર પર ફરી ફોન કરતા તે સગીરાના પ્રેમીનો નમ્બર હોવાનું સામે આવ્યું હતું. અને તેના પ્રેમીએ ફોનમાં સ્વીકાર્યું કે તેમની દીકરીએ મને ફોન કર્યો હતો.

બાદમાં સગીરાના પ્રેમીએ ફોન અચાનક બંધ કરી દીધો હતો. અને સગીરા ને તેના માતા પિતા શોધવા માટે નીકળ્યા હતા. અને આ બાબતે પોલીસને પણ તેઓએ જાણ કરી હતી. અને પોલીસે પણ આ ફોન નંબર પર તેમના મોબાઇલથી ફોન કર્યો હતો. તે જ સમયે પાટડી પોલીસ સ્ટેશનમાંથી ભાળ મળી કે સગીરા ત્યાં છે. ત્યારે સગીરાને પોલીસ અહીં લાવીને પૂછપરછ કરી હતી.

ત્યારે સગીરાએ સ્વીકાર્યું હતું કે તે ઇન્સ્ટાગ્રામ પર ચિરાગ નામના યુવક સાથે તેની મિત્રતા થઈ હતી. અને તેઓ અનેક વખત રિવરફ્રન્ટ અને બીજી જગ્યાઓ પર પણ ફરવા માટે જતા હતા. તમને જણાવી દઈએ કે, પોલીસે હાલ આ મામલે યુવક વિરુદ્ધ પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે. અને આરોપી યુવકે સગીરા સાથે કોઈ ખરાબ કૃત્ય કર્યું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.