SaurashtraGujaratJunagadh

જૂનાગઢ તોડકાંડ મામલામાં SOG શાખાના PI, ASI અને માણાવદરના CPI સસ્પેન્ડ

જૂનાગઢ તોડકાંડ કેસમાં એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં અવી છે. જેમાં જૂનાગઢ એસઓજીની ઓફિસમાંથી બેંક એકાઉન્ટની ડીટેલ્સ મળી આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે 315 બેંક એકાઉન્ટ ની વિગત ની તપાસ હાલ કરવામાં આવી રહી છે. ત્યારે તોડકાંડમાં જુદી-જુદી બેંકના કર્મચારીઓ ની સંડોવણી પણ સામે આવી છે. સિનિયરથી લઈ બેંક કર્મચારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ સાથે એસઓજીની કચેરીમાંથી થયેલા ફોન કોલ ની પણ તપાસ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, સટ્ટાકાંડ નાં આરોપી કેરળનાં કાર્તિક ભંડારી નું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. એકાઉન્ટ ને ચાલુ રાખવા દેવા પોલીસ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તોડકાંડ બાદ પોલીસકર્મીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. એટીએસની ટીમ દ્વારા નિવેદન લેવાની સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

તેની સાથે જૂનાગઢમાં 335 જેટલાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા નાણાં માંગવાના કેસમાં રેન્જ આઈજી દ્વારા ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે આ બાબતમાં માણાવદર CPI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI દિપક જાની ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કેરળના કાર્તિક જગદીશ ભંડારી દ્વારા બેંક એકાઉન્ટ અને ફ્રીઝ કરવા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા નાણા માંગવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ તપાસ કરવામાં આવતા ફ્રીઝ થયેલા એકાઉન્ટથી ગડબડ જોવા મળી હતી. વધુ તપાસ કરવામાં આવતા SOG ના PI અરવિંદ ગોહિલ અને ASI દિપક જાની ની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. તેના લીધે તાત્કાલિક અસરથી બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

તેની સાથે આ કેસમાં વધુ તપાસ કરવામાં આવતા માણાવદર CPI તરલ ભટ્ટ સામે પુરાવા મળતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું રેન્જ આઇજી નિલેશ જાજડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, અમદાવાદમાં એક કેસમાં તરલ ભટ્ટ ને સસ્પેન્ડ કરીને માણાવદર ખાતે બદલી કરાઈ હતી. જૂનાગઢના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાના કેસમાં તરલ ભટ્ટની સંડોવણી સામે આવતા તેમને બીજી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલામાં વધુ તપાસ ATS ને સોંપાઈ છે.