GujaratSouth GujaratSurat

સુરતના લાલગેટ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 39 જુગારીઓને ઝડપી પાડયા

સુરત શહેરથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડીને જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે. એવામાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડી જાહેરમાં ચાલી રહેલા જુગારધામને ઝડપી પડાયું હતું. પોલીસ દ્વારા રેડ પાડી 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 39 જેટલા જુગારીયાઓની ધરપકડ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, સુરતના શાહપોરમાં આવેલ ખજૂરાવાડી ખાતે ચાલનાર NTQ ધામ પર દરોડા પાડી 39 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી રોકડા રૂપિયા 2.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મસમોટા જુગારધામ પરથી 35 મોબાઈલ, 7 વાહનો સહિત 7.18 લાખની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, મોહમ્મદ હુસૈન ઉર્ફે મમુ હંસોટી અને ગુલામ સાબીર શેખ દ્વારા જુગારધામના મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. આ સાથે સ્થાનિક પોલીસની પોલ ઉઘાડી પાડવામાં આવી હતી. તેની સાથે તમામ જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ લાલગેટ પોલીસને સોંપી દેવાઈ હતી. ત્યારે આ પ્રકારના ગંભીર ગુનામાં સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે.