South GujaratGujaratSurat

સુરત નો વિચિત્ર કિસ્સો : પતિએ પત્નીની કાર ચોરી કરાવી, કારણ જાણીને ચોંકી જશો..

સુરતનાં ઉધના વિસ્તારથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. આ વિસ્તારમાં દેવું પતાવા માટે પતિ દ્વારા પત્ની ની કાર ચોરી કરાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પત્ની દ્વારા નોંધવામાં આવેક કાર ચોરીની ફરિયાદ બાદ ઉધના પોલીસની તપાસમાં મહિલાનો પતિ જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. ઉધના પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. તેમ છતાં પોલીસ તપાસમાં પતિ દ્વારા પોતાના મિત્ર પાસે જ આ કાર ચોરી કરાવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં કાર ચોરીના ગુનામાં મહિલાના પતિની ધરપકડ કરી આગળની તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ ઉધના પોલીસ મથકનાં હદ માં રહેનાર કંચનબેન રાજપુત દ્વારા ઉધના પોલીસ સ્ટેશન માં કાર ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કંચન બેન દ્વારા ઉધના પોલીસને આપેલ ફરિયાદ મુજબ, છઠ્ઠી જાન્યુઆરીના રોજ મોડીરાત્રીના સમય દરમિયાન તેમના ઘર બહાર પાર્ક કરવામાં આવેલ  સ્વિફ્ટ ડિઝાયર કાર અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરી લેવામાં આવી હતી.

આ મામલામાં કંચનબેનની ફરિયાદના આધારે ઉધના પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. ઉધના પોલીસ દ્વારા સોસાયટીની આજુબાજુ  લાગેલા સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે ગુના નો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. આ દરમ્યાન પોલીસ તપાસમાં કારની ચોરી કોઈ અજાણ્યા ચોર દ્વારા નહીં પરંતુ મહિલાના પતિ દ્વારા જ ચોરી કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

ઉધના પોલીસે કંચનબેન ના પતિ ગોવર્ધન સિંહ લક્ષ્મણસિંહ રાજપુતની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી પતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોતાના માથે દેવું થઈ જવાના લીધે તેનું સરભર કરવા માટે આ કાર તેના મિત્ર ઇકબાલ પઠાણ પાસે ચોરી કરાવી દીધી હતી. તેની સાથે  ઈકબાલ પઠાણને કારની ચાવી પણ પોતે આપી દીધી હતી. વાહનો પર મોર્ગેજ લોન લેવામાં આવી  હતી. તેના લીધે દેવું થઈ જતા તે લોન ની ભરપાઈ કરી શકતો નહોતો. તેના લીધે  કારચોરીનો પ્લાન બનાવ્યો હોવાની હકીકત પોલીસને જણાવવામાં આવી હતી. હાલમાં ઉધના પોલીસ દ્વારા આરોપી પાસેથી ચોરી કરેલ કાર જપ્ત કરી લેવાની સાથે પતિ નાં મિત્રની તપાસ હાથ ધરી છે.