
વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોના જીવ ગુમાવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા 18 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદ શહેર ની દરેક સ્કૂલ ને પ્રવાસે લઇ જવા બાબત માં સખ્ત સુચનાઓ આપવામાં આવી છે. તેની સાથે શરતનો ભંગ કરનાર સ્કૂલ સામે સખ્ત કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ મામલામાં શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વડોદરામાં બનેલી હરણી તળાવ ની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને ધ્યાને લેતા અમદાવાદ શહેર ની તમામ શાળાઓને મંજૂરી આપતી વખતે સૂચનાઓ અંદર અપાઈ છે. તે તમામ સૂચનાઓ થી ફરીથી તેમણે વાકેફ કરી એ બાબતે ખૂબ ગંભીરતા રાખી શાળાઓને સતર્ક કરાઈ છે. જ્યારે પ્રવાસ તે બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે ચોક્કસ જરૂરી છે. પરંતુ જે પ્રવાસ ખેડવામાં આવે છે. તેમાં શું શરતો રહેલ છે. જ્યારે લોકલ પ્રવાસ દરમ્યાન પણ મંજૂરી લેવી જરૂરી હોય છે. કોઈ પણ પ્રવાસની મંજૂરી જિલ્લા કક્ષાએથી મેળવ્યા બાદ જ પ્રવાસ ખેડવામાં આવો જોઈએ.
તેની સાથે જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન આરટીઓ ના માર્ગ અને સલામતીના નિયમો ને ધ્યાને લઈ તેના જે ડોક્યુમેન્ટસ વગેરે હોય તે હોવા જરૂરી હોઈ છે. પ્રવાસને લઈને શાળાઓને સતર્ક રહેવા DEO દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. શહેરમાં કે શહેર બહાર થતા પ્રવાસની મંજૂરી DEO કક્ષાથી લેવી પડશે. પ્રવાસના વાહનના તમામ દસ્તાવેજ નિયમ અનુસાર હોવા જરૂરી રહેલ છે. જ્યારે સૂચના મુજબ કોઈ પણ શાળા રાત્રિ દરમિયાન પ્રવાસ ખેડી શકશે નહીં. જો મંજૂરી વગર પ્રવાસ લઈ જવાશે તો શાળાની મંજૂરી રદ પણ થઈ શકે છે. તેની સાથે જ શરત ભંગના કેસમાં શાળાને નોટિસ આપવાની પણ જોગવાઈ કરાઈ છે.