health

સ્ત્રીઓ માટે આ વનસ્પતિ સોના કરતા પણ વધુ કિંમતી, ઉપયોગો જાણી તમે જ કહેશો આવી પહેલા ખબર હોત તો…

નમસ્કાર મિત્રો,આજે આપણે જે માહિતી જાણીશું જે એકદમ અદ્ભુત અને દિવ્ય વનસ્પતિ છે.ખાસ કરીને સ્ત્રીઓને ડિલેવરી પછી નબળાઈ આવી જાય છે એ સમયે આ વનસ્પતિ ખૂબ જ કામ આવે છે.બીજું કે,જો કોઈને સાંધાના સતત દુખાવા રહેતા હોય આવી અનેક સમસ્યાઓ માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે.આ વનસ્પતિ આપણી આસપાસ જોવા મળે છે.

આ વનસ્પતિનું નામ જોઈએ તો ગુજરાતી ભાષામાં અરડુસો કહીએ છીએ.આ વનસ્પતિના છાલનો રંગ સફેદ હોય છે.લોકો આ અરડૂસાને ખેતરના સેઢા પર આવે છે, જેને ૮-૧૦ વર્ષ પછી વેચે છે જેનાથી સારી આવક પણ થાય છે.તો ચાલો આ વનસ્પતિના ઉપયોગો જાણીએ.આ બધા ઉપયોગો પ્રાચીન પુસ્તકોના આધારે તમારી જોડે શેર કરીએ છીએ.

સૌથી પહેલા જોઈએ તો જો કોઈને સાંધાના દુખાવા થયા હોય તેઓએ સૌથી પહેલા અરડૂસીના પાનને વરાળમાં થોડાક ગરમ કરો, ત્યારબાદ આ પાનને સાંધાના દુખાવા પર મૂકી કપડું બાંધી દો.બીજો ઉપયોગ જોઈએ તો જે સ્ત્રીઓએ ડિલેવરી પછી નબળાઈ આવે,દુખાવો રહેતો હોય અને શાંત ન થાય તો તેઓએ સૌથી પહેલા અરડૂસીનું ૧૫ ઘઉં ભાર જેટલું ચૂર્ણ લેવું,ત્યારબાદ એટલું જ સૂંઠનું ચૂર્ણ લેવું, સાથે એટલો જ ગોળ ઉમેરો.

આ ત્રણેયને મિક્સ કરી ૩ ગોળી બનાવો.આ ૩ ગોળી ૩ ટાઈમ સવાર-બપોર-સાંજ આવી રીતે ૩ ગોળી પાણી સાથે પી જાઓ,આ પ્રયોગ કરવાથી દુખાવો તો એક જ દિવસમાં દૂર થઇ જશે પરંતુ જો નબળાઈ રહેતી હોય તો આ પ્રયોગ નિયમિત ૧૦ દિવસ કરશો તો નબળાઈ પણ દૂર થઈ જશે.

નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલુ હોય તો ડોક્ટરની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવવો.અમે આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરી છે.માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.