health

આવા લોકોએ ક્યારેય ન ખાવું જોઈએ લસણ, સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર

દરેક ભારતીય ઘરના રસોડામાં લસણનો ઉપયોગ થાય છે. લસણનો ઉપયોગ કર્યા વિના એક પણ વસ્તુ બનતી નથી. લસણનો ઉપયોગ કરવાથી વાનગી નો સ્વાદ વધી જાય છે. સાથે જ આયુર્વેદ અનુસાર લસણનું સેવન કરવાથી સ્વાસ્થ્યને પણ ફાયદા થાય છે. કાચુ લસણ ખાવાથી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ હાઈ બીપી જેવી તકલીફો દૂર થાય છે.

પરંતુ લસણનું સેવન કરવું દરેક વ્યક્તિ માટે લાભકારી નથી. કેટલાક લોકો માટે લસણ ખાવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે તમને જણાવીએ કે કયા એવા લોકો છે જેમના લસણનું સેવન તુરંત જ બંધ કરી દેવું જોઈએ.

એસિડિટી – જો તમને એસિડિટી રહેતી હોય તો લસણ ખાવાથી તમારે દૂર રહેવું જોઈએ. લસણ ખાવાથી છાતીમાં બળતરા ની સમસ્યા થઈ શકે છે અને તે એસિડિટી ને વધારી દે છે

નબળી પાચન શક્તિ – જો તમારી પાચનશક્તિ નબળી હોય એટલે કે જો તમે મસાલેદાર કે હેવી ખોરાક લેવો છો ત્યારે પેટ ખરાબ થઈ જાય છે તો પણ તમારે લસણ ખાવું જોઈએ નહીં કારણ કે લસણની તસવીર ગરમ હોય છે અને તેને ખાવાથી તબિયત વધારે બગડી શકે છે.

પરસેવાની બદબૂબ – ઘણા લોકો એવા હોય છે જેમને પરસેવા અને શ્વાસમાં વાસ આવવાની સમસ્યા હોય. જો તમને પણ આ તકલીફ હોય તો તમારે લસણનું સેવન બંધ કરવું જોઈએ કારણ કે જો તમે લસણ ખાશો તો આ તકલીફ વધી શકે છે.

રક્ત પાતળું કરવાની દવા લેતા – કેટલાક દર્દીઓને ડોક્ટર રક્ત પાતળું કરવાની દવા આપે છે. જે લોકો આવી દવા ખાતા હોય તેમણે પણ લસણનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. કારણ કે લસણનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સમસ્યા વધી શકે છે