International

બેબી બમ્પ પણ નહિ, પીરિયડ્સ પણ રેગ્યુલર છે… અચાનક પેટમાં થયો દુખાવો અને મહિલાએ બાથરૂમમાં બાળકને આપ્યો જન્મ…

સોશિયલ મીડિયા પર એક મહિલાની એવી કહાની સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. મહિલાને બેબી બમ્પ પણ નહોતું અને પીરિયડ્સ પણ દર મહિને આવતા હતા પણ તેણે બાળકને જન્મ આપ્યો છે. જ્યોર્જિયાની આ 34 વર્ષની મહિલાનું નામ માર્લા મેકએન્ટાયર છે. મહિલાએ પોતે આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણી કહે છે કે તેણીને ખબર પણ ન હતી કે તે ગર્ભવતી છે. તેને જણાવ્યું કે મારું પેટ પણ નહોતું વધ્યું અને દર મહિને પીરિયડ્સ પણ મને આવતા હતા. મને પણ ખ્યાલ નથી કે હું ગર્ભવતી હતી.

Marla McEntireએ તાજેતરમાં Tiktok પર તેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે દાવો કર્યો હતો કે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં તેને અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. લાગ્યું કે એસિડિટીને કારણે પેટમાં ખેંચાણ હશે, પણ તે તે બાબતે ખોટી નીકળી. કારણ કે તરત જ મારલા બાથરૂમમાં દોડી, ત્યાં જ તેની ડિલિવરી થઈ ગઈ. તે આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે આ ઘટના પર વિશ્વાસ કરી શકી ન હતી. તેણે પછી જણાવ્યું કે બાળકનો જન્મ બાથરૂમમાં થયો હતો. મેં તરત જ તેને પકડી લીધું. પછી તેનું વજન કર્યું તે પણ 1060 ગ્રામનું હતું. તદ્દન સામાન્ય અને સ્વસ્થ બાળક હતું.

NYTના રિપોર્ટ મુજબ, માર્લાએ જણાવ્યું કે ઓગસ્ટમાં એકવાર તેના પીરિયડ્સ મિસ થઈ ગયા હતા. પછી ગર્ભાવસ્થા પરિક્ષણ કરવામાં આવ્યું, પણ પરિણામ નકારાત્મક આવ્યું હતું. આવી સ્થિતિમાં, માર્લાને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે તે ગર્ભવતી નથી. થોડા દિવસો પછી પીરિયડ્સ પણ નિયમિત થઈ ગયા.

માર્લા કહે છે કે મને ખૂબ ખાતરી હતી. બેબી બમ્પ પણ ન હતું. ક્યારેય બાળકની લાત પણ અનુભવી નથી. હા, એક વાર જાન્યુઆરીમાં પેટમાં દુખાવો થયો હતો, પણ ત્યારબાદ તપાસમાં દુખાવાનું કારણ કબજિયાત હોવાનું જણાવાયું હતું. ડોકટરો પણ ગર્ભધારણ વિશે જાણી શક્યા નથી. પણ ફેબ્રુઆરીના અંતમાં પેટમાં દુ:ખાવો ઉપડ્યો અને બાથરૂમમાં ગયા ત્યારે ડિલિવરી થઈ. પછી એમાં હું તો 18 વર્ષની ઉંમરથી જન્મ નિયંત્રણની દવા પણ લઈ રહી હતી.