મુંબઈ: થાણે ક્રાઈમ બ્રાંચે કલ્યાણ રેલ્વે સ્ટેશનની બહાર સુટકેસમાં મળેલી લાશ મામલે મૃતક યુવતીના પિતાની ધરપકડ કરી છે.યુવતીની હત્યા કર્યા બાદ આરોપીએ લાશને સૂટકેસમાં બંધ કરીને નાખી દીધી હતી. યુવતીની હત્યા કરનાર આરોપી અન્ય કોઈ નહીં પણ તેનો સગો બાપ જ હતો.યુવતીના અન્ય જ્ઞાતિના છોકરા સાથેના સબંધ મામલે યુવતીની હત્યા કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવ્યા હતા, જેમાં શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો ઢંકાયેલો હતો.
અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપી પિતા, જેની ઓળખ અરવિંદ તિવારી (47) અને તેની પુત્રી પ્રિંસી (22) થઇ છે. જ્યારે માતા તેમના વતન સ્થળે રહેતી હતી. અરવિંદ તિવારી અંધેરી ખાતે લોજિસ્ટિક્સ ફર્મ સાથે કામ કરતા હતા.મૃતક યુવતીના શરીર ના નીચેના ભાગો એક બેગમાં ભરીને ઓટો રિક્ષામાં મુક્યા હતા. જ્યારે ઓટો ચાલકે તેમને બેગમાંથી આવતી દુર્ગંધ અંગે પૂછપરછ કરતાં આરોપીએ થેલી ખાલી કરી ફેંકી હતી અને તે સ્થળ પરથી ભાગી ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ યુવતીની ઉંમર 22 વર્ષ હતી. તે અન્ય જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતીતેવું કારણ સામે આવ્યું છે.પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. પિતાએ જણાવ્યું કે 6 ડિસેમ્બરે દીકરી સાથે તેમનો ઝઘડો થયો હતો.બાદમાં દીકરીએ ઝેરી દવા પી લીધી હતી. પિતાએ તેની દીકરીને હોસ્પિટલ લઈ જવાને બદલે શરીરના બે ટુકડા કરી સૂટકેસમાં ભરી લીધા હતા.
રિક્ષામાં મુકેલી સૂટકેસ રિક્શા ડ્રાઈવરે અન્ય ડ્રાઈવરોની હાજરીમાં ખોલી તો તેમાંથી યુવતીની લાશ મળી આવી.યુવતીના ત્રણ કટકા કરવામાં આવ્યા હતા. યુવતીનું માથું દેખાઈ રહ્યું નહોતું. પોલીસે CCTV ની મદદથી આરોપીને પકડ્યો તો તે યુવતીનો સગો બાપ જ નીકળ્યો હતો.