વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટ પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલ ના બાળકો રહેલા હતા. જ્યાંરે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. એવામાં વડોદરામાં થયેલ આ ઘટનાને લઈને હાઈકોર્ટ દ્વારા સુઓમોટો લેવામાં આવી છે.
આ મામલામાં મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યૂયમૂર્તિ અનિરૂદ્ધ માઈની પીઠ દ્વારા ઘટના પર સુઓમોટો લીધો અને ઘટનાના સંબંધમાં કરવામાં આવેલી કાર્યવાહી પર ગૃહ વિભાગ પાસેથી રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આ દુર્ઘટનાને દુઃખદ અને હેરાન કરનારી ગણવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યના ગૃહ વિભાગના સચિવને આગામી નિર્ધારિત તારીખ સુધીમાં ગૃહ વિભાગના સોગંદનામા સાથે આ બાબતમાં કરવામાં આવેલ કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. એડવોકેટ્સ એસોસિએશન (GHCAA) ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન તેમના દ્વારા 19 જાન્યુઆરીની ઘટનાને લગતા કેટલાક સમાચાર લેખો રજૂ કરવામાં આવ્યા હતા. બેન્ચ દ્વારા સમાચાર લેખોની તપાસ કરી અને જાણવા મળ્યું કે તે એક દુ:ખદ ઘટના રહેલ છે.
આ ઘટનાને લઈને ચીફ જસ્ટિસ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ન માત્ર ચોંકાવનારી પરંતુ સૌથી દુ ખદ ઘટનાઓમાંથી એક ઘટના રહેલ છે. કોઈ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે, કાયદામાં ઉલ્લેખ કરાયેલા સુરક્ષાના માપદંડો નું પાલન કરી આ પ્રકારની ઘટનાઓ પર સરળતાથી કાબુ મેળવી શકાય છે.
તેની સાથે કોર્ટ દ્વારા તે સમાચાર પરેશાન કરતા ગણાવ્યા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, હોડીમાં સવાર બાળકોને લાઇફ જેકેટ અપાયા નહોતા. તેવામાં આ સુરક્ષાના માપદંડો નો ભંગ કરાયો આવ્યો છે. આ દુર્ઘટના તે સમયે સર્જાઈ જ્યારે લોકો પિકનિક મનાવવા જઈ રહ્યાં હતા. એવામાં વડોદરાના હરણી તળાવમાં હોડી પલ્ટી ખાઈ લીધે અને તેમાં 12 બાળકો સહિત કુલ 14 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.