GujaratSouth GujaratSurat

સુરત ક્રાઈમ : હોટલમાં કામ કરતા કારીગરની સામાન્ય બાબતમાં કરાઈ હત્યા, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ

રાજ્યભરમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. કેમકે સતત દુષ્કર્મ, હત્યા અને મારામારી ઘટનાઓ દરરોજ સામે આવતી રહે છે. જ્યારે આજે આવા જ એક સમાચાર સુરત શહેરથી સામે આવ્યા છે.

સુરત શહેરમાં ગઈકાલના મોડીરાત્રીના એક હત્યાની ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. હોટલમાં કામ કરનાર બે કારીગરો દ્વારા ભેગા મળીને એક કારીગરની કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. તેમ છતાં આ પોલીસ દ્વારા આ મામલામાં સખ્તાઈ તપાસ કરતા બંને આરોપીની ધરપકડ કરી લીધી છે.

સુરત શહેરમાં સતત ગુનાઓ વધુ રહ્યા છે અને અવારનવાર સુરત ચર્ચામાં આવતું રહે છે. જ્યારે હવે ઉધના વિસ્તારમાં બનેલી હત્યા ને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. ઉધના વિસ્તારમાં રહેનાર અને હોટલમાં કામ કરનાર રામ મહેશ રામ કદન તિવારી નામના યુવકની તેની સાથે હોટલમાં કામ કરનાર કારીગરો દ્વારા પથ્થર અને લાતો મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમ છતાં આ હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. તેના લીધે આરોપીઓની ઓળખ થઈ ગઈ હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં એક આરોપીને પોલીસ દ્વારા ઉધના વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક આરોપી મધ્યપ્રદેશ નાસી ગયો હતો પરંતુ તેને પણ મધ્યપ્રદેશની ઝડપી પાડવામાં આવ્યો છે. હત્યા કયા કારણોસર કરવામાં આવી તે બાબતમાં પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે