સુરત: પુણા વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. એવામાં આવી જ એક બાબત સુરત શહેરથી સામે આવી છે. સુરત શહેરના પુણા વિસ્તારમાં બુટલેગર અને તેના માણસો દ્વારા એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ થઈ ગઈ હતી. આ મામલામાં પોલીસ દ્વારા એક જુવેનાઇલ સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના પુણા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર દુર્ગેશ ની સામે મારામારી અને દાગાગીરીના અનેક કેસ નોંધાઈ ચુક્યા છે. તેમ છતાં દુર્ગેશ દ્વારા પુણા વિસ્તારમાં દારૂનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ સ્થળ પર વિજય રબારી નામનો વ્યક્તિ તેના માણસ પૈસા માંગવા માટે આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, પૈસા બાબતમાં બે દિવસ સુધી ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યાર બાદ દુર્ગેશ અને તેના સાગરીતો દ્વારા વિજય નો પીછો કરવામાં આવ્યો અને પુણા સ્થિત ક્રિષ્ના સર્કલ નજીક વિજયને રોકી તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો, તેના લીધે વિજયને ભારે ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ વિજય મૃત્યુ નીપજ્યું હતું.
ઘટનાની જાણકારી મળતા પુણા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી બુટલેગર દુર્ગેશ સહિત પાંચેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમાં એક આરોપીનું નામ જુવેનાઇલ હોવાની જાણકારી સામે આવી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને જેલ ભેગા કરીને આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.