GujaratSouth GujaratSurat

સુરત : BRTS રૂટ પર બીઆરટીએસ બસની અડફેટે આવતા ત્રણ સંતાનોએ પિતાએ ગુમાવ્યો જીવ

સુરતમાં ભેસ્તાન સિદ્ધાર્થ નગર બીઆરટીએસ રૂટ પરથી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બીઆરટીએસ રૂટ ઘુસેલ એક બાઈક ચાલકને સીટી બસ દ્વારા અડફેટે લેવામાં આવ્યો હતો. તેના લીધે યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન હોસ્પિટલમાં ફરજ પર રહેલા યુવકને તબીબ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના મોતના લીધે ત્રણ સંતાનોને પિતા ગુમાવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, માનદરવાજા હાઉસિંગમાં રહેનાર મનોજ ખાંડેકર રિક્ષા ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા હતા. બે વર્ષ અગાઉ પત્ની સાથે છૂટાછેડા બાદ તેમના દ્વારા બીજા લગ્ન કરવામાં આવ્યા હતા. તેને સંતાનમાં ત્રણ સંતાનો પણ રહેલા છે. આજે મનોજ કોઈ કામ અર્થે ભેસ્તાન ગયેલા હતા અને ત્યાંથી તે ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન તેમને ભેસ્તાન સિદ્ધાર્થ નગરમાં આવેલ બીઆરટીએસ રૂટમાં બાઈક ચલાવ્યું હતું. તે સમયે બીઆરટીએસ દ્વારા તેમના બાઈકને ટક્કર મારવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેમના પગ પર બીઆરટીએસનું ટાયર ફરી વળતા તેમનો આખો પગ કચડાઈ ગયો હતો અને તેમના માથાના ભાગમાં પણ ગંભીર ઈજા પણ થઈ હતી. તેના લીધા તેમને 108 મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સિવિલ હોસ્પિટલ પર હાજર તબીબ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ બાબતની પરિવારને જાણ થતા સમગ્ર પરિવાર સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યો હતો. પત્ની દ્વારા જણાવવામાં આવ્યું કે, આજે ઘરેથી નીકળયા બાદ તેમના મોતના સમાચાર અમને મળ્યા હતા. અકસ્માત બીઆરટીએસ રૂટ પર સર્જાયો હતો. બસનાં ચાલક દ્વારા બાઈક ચાલકને અડફેટે લઈ બસ મનોજના પગ પર ચઢાવી દેવામાં આવી હતી. તેના લીધે તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના મોભીનું મોત થતા પરિવાર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.