GujaratSouth GujaratSurat

સમગ્ર સુરત શોકાતુર: ગ્રીષ્માની અંતિમયાત્રામાં હજારોની સંખ્યા સાથે લોકો જોડાયા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સુરત જિલ્લાનાં કામરેજ ખાતે ગત શનિવારના રોજ મોડી સાંજના એક તરફી પ્રેમમાં પાગલ યુવાને જાહેરમાં એક યુવતીને ચપ્પુનાં ઘા મારીને હત્યા કરી નાખી હતી. જેને કારણે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગયો છે. સોશિયલ મીડિયામાં આ ઘટનનાનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો. એવામાં સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રીષ્મા આજે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. એવામાં જાણકારી સામે આવી છે ગ્રીષ્માના આફ્રિકામાં હોવાના કારણે બે દિવસ સુધી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

તેની સાથે જાણકારી સામે દીકરીની હત્યાને લઈને પિતા કંઈપણ જાણ નહોતી પરંતુ આફ્રિકાથી સુરત આવ્યા ત્યારે પિતા દીકરીની હત્યાની જાણકારી સાંભળી બેભાન થઈ ગયા હતા. જ્યારે એવામાં આજે ગ્રીષ્માની અંતિમસંસ્કાર છે. ગ્રીષ્માના અંતિમ સંસ્કાર અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી રહી છે. તેના માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેની સાથે ગ્રીષ્માના અંતિમ સફર સેંકડો લોકો જોડાયા છે. તેની અંતિમયાત્રામાં સમાજના લોકોની સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

નોંધનીય છે કે, પોલીસ દ્વારા માહિતી મુજબ ફેનિલ કપલ બોક્સ-કપલ બોક્સ ચલાવવાની સાથેની ગેરકાયદેસરની પ્રવૃત્તિ પણ કરતો હતો. ફેનિલ વર્ષ 2020 ના એપ્રિલ મહિનાની ચોથી તારીખના કતારગામ વિસ્તારમાંથી ઈનોવા ગાડી લીધા બાદ સાંજે માલિકને ઘરે પરત ફરી હતો. એવા આ ઘટના સર્જાઈ હતી.

દિકરીને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનો આગળ આવી રહ્યા છે. ગ્રીષ્મા વેકરીયાના એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલ ઘણા લાંબા સમયથી ગ્રીસમાને પરેશાન કરતો હતો. અને યુવકે સમાજના આગેવાનોને સાથે રાખીને યુવતીના પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જે પ્રકારે શનિવારના રોજ આ ઘટના બની છે તેને જોતા સમાજના આગેવાનો હવે દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે.

સમાજના આગેવાનોએ પોલીસને રજુઆત કરી છે કે, યુવાન ગેરકાયદેસર રીતે કપલ બોક્સ ચલાવે છે અને આ પ્રકારના કપલ બોક્સને કારણે આવી ઘટનાઓ સતત બનતી રહે છે. માટે આવા તમામ ખરાબ ધંધા બંધ કરાવવા જોઈએ.તમને જણાવી દઈએ કે, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક આગેવાનો ભોગ બનનારી દીકરીનાં પરિવારને મળ્યા હતા અને સાંત્વના આપી હતી. ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવી દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળે તે માટેના પ્રયાસો હાલ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.