GujaratIndiaNewsSurat

સુરત હત્યા કેસ : દીકરી ગ્રીષ્માના મૃત્યુ બાદ આજે પહેલી વાર મીડિયા સામે આવ્યા એના માતા-પિતા,કરી આ મોટી વાત,

સુરતમાં કામરેજના પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી, આ અંગે સમગ્ર ગુજરાત રોષે ભરાયું છે,લોકોની માંગ છે કે આરોપીને જલ્દીથી જલ્દી સજા કરવામાં આવે.ગઈ કાલે બપોરે કામરેજ પોલીસ દ્વારા આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

અને સરકારી વકીલ દ્વારા અલગ-અલગ મુદ્દાઓ પર ૫ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.આ દરમિયાન કોર્ટે ૩ દિવસ એટલે કે તા.૧૯.૦૨.૨૦૨૨ ના ૫ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.આ રિમાન્ડ દરમિયાન વધુ તેના ગોરખધંધા પરથી પડદો ઉઠે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમયે ગ્રીષ્માના પિતાએ પણ જણાવ્યુ કે,મારી દીકરી ગ્રીષ્માને જલદીમાં જલ્દી ન્યાય મળ્યો જોઈએ,સાથે એ પણ જણાવ્યુ કે,આરોપીને કડકમાં કડક સજા મળવી જોઈએ.

ગ્રીષ્માના પિતાએ એ પણ જણાવ્યુ કે,સરકાર દ્વારા અમને તમામ સહકાર આપવામાં આવ્યો છે.અમારી માંગ એક જ છે કે,જલદીમાં જલ્દી દીકરી ગ્રીષ્માને ન્યાય મળે અને આરોપીને સજા મળવી જોઈએ.આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.