Crime

લોકડાઉન દરમિયાન સુરતમાં એક મસાલા માટે યુવક પર થયો છરી વડે હુમલો,જાણો વિગતે..

અત્યારે દેશ સહીત દુનિયભરમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું છે. તો આ દરમિયાન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંતની દુકાનોને બંધ રાખવાનો કેન્દ્ર સરકારે સખ્ત આદેશ આપી દીધો છે.

આપને બધા જાણીએ છીએ એમ અત્યારે પાન મસાલા, બીડી, સિગારેટ અને તંબાકુના વ્યસનીઓની સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઈ છે. અને તમને એ પણ જણાવી દઈએ કે ઘણી જગ્યાએ પાન-મસાલાની વધુ કિંમત ચૂકવીને લોકો ખરીદી રહ્યા હોવાની ખબર પણ સામે આવી છે. ત્યારે એવામાં જ સુરતમાં એક એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, તમને જણાવી દઈએ કે સુરતમાં મસાલો ન મળતા એક યુવક પર છરાથી હુમલો કરવાની ખબર સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, વરાછા સ્થિત ભરતનગર સોસાયટીમાંથી પસાર થઈ રહેલા એક યુવકના ખિસ્સા ચેક કરીને બે ઈસમોએ તેના પર ધારદાર છરા વડે હુમલો કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ પીડિત યુવકનું નામ નારાયણ ભૂરા રામજી રબારી છે અને તે પાનનો ગલ્લો ચલાવે છે.

અહી ઉલ્લેખનીય છે કે આ યુવક ગુરુવારે રાત્રે જલારામ અન્નક્ષેત્રમાંથી ભોજન લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ટિકટોટ આલુપુરીવાળા સંતોષ રાજપૂતે યુવક પાનનો ગલ્લો ચલાવતો હોવાનું જાણવા મળતા તેને રસ્તામાં જ અટકાવ્યો હતો અને તેની પાસે મસાલો માગ્યો. જોકે યુવકે પોતાની પાસે મસાલો ન હોવાનું એ વખતે જણાવ્યું હતું.

ત્યારબાદ સંતોષ અને તેના મિત્રએ બળજબરી પૂર્વક તેના ખિસ્સા તપાસવાનું શરૂ કરી દીધું. જોકે યુવકે તેમને આમ કરવા રોકતા તેમણે આ યુવકને મારવાનું શરૂ કરી દીધું.અને આ જ હાથાપાહી આ દરમિયાન સંતોષ છરા લોઈને યુવકના હાથમાં મારી દીધો.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બાદ થોડા જ સમયમાં આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.પરંતુ લોકો ભેગા થાય એ પહેલા જ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તો બીજી બાજુ લોકોએ 108 મારફતે આ ઈજાગ્રસ્ત યુવકને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.