સુરત : યુક્રેનથી આવેલા MBBS ના વિદ્યાર્થીનું ડમ્પરની અડફેટે આવતા કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની ઘટના સતત સામે આવતી રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક સુરતથી સામે આવ્યો છે.
સુરત શહેરમાં દુઃખદ અકસ્માત સામે આવ્યો છે. જેમાં ડમ્પર ચાલક દ્વારા એક યુક્રેન થી MBBS પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને અડફેટે લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સુરતના કતારગામના વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં યુક્રેનથી MBBS પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને અડફેટે લેવામાં આવતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું.
જાણકારી મુજબ મૃતક વિવેક મૂળ જૂનાગઢનો રહેલ છે. જ્યારે પરિવાર સાથે હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં પરિવાર સાથે રહી રહ્યો હતો. 24 વર્ષીય વિવેક તાજેતરમાં યુક્રેનથી MBBS નો અભ્યાસ પૂર્ણ કરીને સુરત આવેલો હતો. વિવેક બાઈક પર અંબાજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલક દ્વારા ટુ-વ્હીલરને પાછળથી ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે વિવેકને ગંભીર ઈજા પહોંચતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ વિવેકનું કરુણ મોત નીપજ્યું હતું.
આ ઘટનાને લઈને મૃતકના ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિવેક યુક્રેનથી MBBS નો અભ્યાસ પૂર્ણ કરી પરત આવ્યો હતો. તે આગળના અભ્યાસની તૈયારી માટે લાઇબ્રેરીથી પરત ફરી રહ્યો હતો. તે સમયે રસ્તામાં આ ઘટના ઘટી હતી. વિવેક ના મોતના લીધે પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.