સુરતની મોડલ તાનિયા આઈપીએલના કયા ખેલાડીના સંપર્કમાં હતી? છેલ્લો ફોન કોને કર્યો હતો, થયો મોટો ખુલાસો
સુરતના વેસુની યુવા મોડલ તાનિયા ભવાનીસિંગ આપઘાત કેસને લઈને મોટી જાણકારી સામે આવી છે. તાનિયા અને આઈપીએલ ખેલાડી અભિષેક શર્મા વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે. મરતા પહેલા તાનિયા દ્વારા અભિષેક શર્માને ફોન કરવામાં આવ્યો હતો અને વેસુ પોલીસ દ્વારા આ કોલ ડિટેલ્સને આધારે આ વાત પકડી પાડવામાં આવી હતી. તાનિયા અને અભિષેક ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં રહેલા હતા અને તેમની વચ્ચે ફોન અને વોટ્સએપ પર પણ વાતો ચાલતી રહેતી હતી. પોલીસ દ્વારા માનવામાં આવી રહ્યું છે કે, અભિષેક સાથે ફોન પર વાત કર્યાં બાદ જ તાનિયા દ્વારા પંખે લટકી આપઘાત કરવામાં આવ્યો હતો. તાનિયાના આપઘાતમાં ક્રિકેટરનું નામ સામે આવતા પોલીસ દ્વારા અભિષેકને બોલાવી તેની પૂછપરછ હાથ ધરી છે.
તેની સાથે ચર્ચા એ પણ થઈ રહી છે કે, તાનિયા ક્રિકેટર અભિષેકના પ્રેમમાં પાગલ હતી અને તેમાં નિષ્ફળતાં મળતા તેના દ્વારા અંતિમ પગલું ભરવામાં આવ્યું હતું. હાલમાં અભિષેકની પૂછપરછ ચાલી રહી હોવાથી આ બાબતમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, સુરતના વેસુ રોડ ઉપર હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેનાર 28 વર્ષીય તાનિયા ગત રાત્રીના તાનિયા ઘરે મોડી આવી હતી અને મોડી રાત્રીમાં ઘરમાં પંખે લટકીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સવારમાં ઘરનાને તેની લાશ મળી હતી. 28 વર્ષની તાનિયા ઉભરતી મોડલ હતી. તે મૂળ રાજસ્થાનમાં સીકરની વતની હોવાની સામે આવ્યું છે. તેનો એક ભાઇ કેનેડામાં અભ્યાસ કરે છે અને એક બહેનના લગ્ન થઇ ગયેલા છે. જ્યારે તેના પિતા સુરતમાં પાંડેસરાની મીલમાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરે છે.
અભિષેક શર્માની વાત કરીએ તો તે આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઈઝર્સ હૈદરાબાદનો ખેલાડી રહેલ છે. તેણે આઈપીએલની 47 મેચમાં 893 રન બનાવ્યા છે જેમાં એક ઈનિંગમાં તેનો હાઈસ્ટ સ્કોર 75 રહેલો છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં તેણે ચાર ફિફ્ટી ફટકારી છે અને નવ વિકેટ પણ પ્રાપ્ત કરી છે. હાલમાં વેસુ પોલીસ દ્વારા ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.