GujaratSouth GujaratSurat

સુરત: વિદેશથી પરત આવેલી પરિણીતાનું રહસ્યમય મોત, પિતાને કીધું હતું કે સાસુએ મને કઈક પીવડાવી દીધું છે

Surat: સુરતના મોટાવરાછા વિસ્તારમાં 29 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરિણીતા ને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.બાદમાં તેનું મોત થઈ ગયું હતું. આ મામલે મૃતક પરિણીતાના પિતાએ સાસરિયા સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ પણ નોંધાવી છે. કહેવાઈ રહ્યું છે કે ઈઝરાયલમાં હીરાનો વેપાર કરતો તેનો પતિ તેને છૂટાછેડા માટે પ્રેષર કરતો હતો.

મોટાવરાછા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય મોનિકા વેકરિયાને શુક્રવારે બપોરે ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મોનિકાના પિતા શાંતિભાઈ ભંડેરીએ ફરિયાદ નોંધાવી હતી કે મોનિકા ને તેના સાસરિયા ત્રાસ આપતા હોવાથી આ પગલું ભર્યું છે.

ફરિયાદ મુજબ મોનિકાના 6 વર્ષ પહેલા ટેનિશ વેકરીયા સાથે લગ્ન થયા હતા અને હાલમાં તેમને એક સંતાન પણ છે. પતિ ટેનિશ ઈઝરાયલમાં હીરાનો ધંધો કરે છે. પતિ મોનિકાને કહેતો હતો કે તું મને ગમતી નથી અને છૂટાછેડા માટે પણ દબાણ કરતો હતો. સાસુ સસરા નણંદ સહિતના લોકો મોનિકાને છેલ્લા બે મહિનાથી ત્રાસ આપતા હતા જેની જાણ મોનિકાએ તેના પિતાને કરી હતી.

મોનિકાએ પિતાને ફોન કરીને કહ્યું હતું કે મારા સાસુ-સસરા, નણંદ મને જીવવા નહીં દે.મને મારી નાખશે. મારી સાસુએ મને કંઈ પીવડાવી દીધું છે તેવું પણ મોનિકાએ પિતાને કહ્યું હતું અને હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું. મોનિકાના પિતાની ફરિયાદ બાદ પોલીસે મોનિકાના પતિ સહિત સાસરિયા સામે તપાસ હાથ ધરી છે.