સુરત : પાટીદાર આંદોલનકારી અને પૂર્વ આપ નેતા અલ્પેશ કથીરીયા અને ધાર્મિક હવે ભાજપમાં જોડાશે
પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલના ગયા બાદ પાટીદાર આંદોલનને તેમના દ્વારા સાંભળવામાં આવી રહ્યું હતું. ત્યાર બાદ તે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા તેમ છતાં તેમના દ્વારા ગત 18 એપ્રિલના રોજ રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. જ્યારે આવતીકાલના 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાવવાના સમાચાર સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આપમાંથી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ અને ધાર્મિક બંને રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ શંકા રહેલી હતી કે આ બંને નેતાઓ કંઈક નવાજૂની જરૂર કરશે. આમ આદમી પાર્ટી દ્વારા યોજાતા કાર્યક્રમમાં પણ તે જતા નહોતા. એવામાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી દૂર રહેતા તેમના દ્વારા 18 એપ્રિલના રોજ એકાએક પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું.
તેની સાથે આપમાંથી રાજીનામું આપતાની સાથે જ અલ્પેશ અને ધાર્મિક માલવિયા બંને ભાજપમાં જોડાવાના છે તેને લઈને અટકળો ચાલી રહી હતી. એવામાં સરથાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ ક્રિયા હતી. ત્યાર બાદ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. આવતીકાલના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા બંને 200 જેટલા પાટીદાર સમાજના આગેવાનો સાથે ભાજપમાં જોડાવાના છે.
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એકસાથે વિધાનસભામાં આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવામાં આવી હતી. અલ્પેશ કથીરિયા વરાછા વિધાનસભામાં કુમાર કાનાણી સામે આપના ઉમેદવાર રહેલા હતા અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ઉમેદવાર રહેલા હતા. આંદોલનકારીમાંથી તક મળતા રાજકીય નેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરવામાં આવી હતી અને તેમના દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવામાં આવ્યું હતું. તેમ છતાં બંનેને કારમી હાર મળી હતી.