સુરત: પોલીસે મસાજ પાર્લર પર દરોડા પાડતા હાથમાં આવ્યો એવો પાસપોર્ટ કે….
સુરત શહેરમાં આવેલ વેસુ વિસ્તારમાં સ્પાના નામે ચાલી રહેલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમા પોલીસ દ્વારા સપના મેનેજર તેમજ ગ્રાહક સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આ કાર્યવાહી દરમિયાન 3 વિદેશી સહિત 8 મહિલાઓને આ સેક્સ રેકેટમાંથી મુકત કરાવી હતી. જો કે, આઠ પૈકી એક મહિલાના પાસપોર્ટ પર મિસ્ટર નામ લખેલું વાચીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઉમરા પોલીસને બાતમી મળી હતી કે, વેસુ સ્થિત એક હોટલમાં સ્પાના નામે દેહવ્યાપર ધમધમી રહ્યો છે. અને વિદેશી લલના સાથે 2000 રૂપિયા લઈને શરીરસુખ માણવા દેવામાં આવે છે. ત્યારે ઉમરા પોલીસે બાતમીના આધારે ડમી ગ્રાહક બનીને હોટલ પર રેઈડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા સ્પાના મેનેજર નફિસ અંસાપી, સંચાલક મિતુલ પટેલ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ કેસમાં હોટલના માલિક શૈલેષ કુંવરજી કેવડિયા તેમજ ભાવેશ પટેલને તડીપાર જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત અહેવાલો પ્રમાણે પોલીસને રેઈડ દરમિયાન હોટલમાંથી રોકડ તેમજ કોન્ડોમ મળ્યા હતા. પોલીસ દ્વારા કરાયેલ તપાસ દરમિયાન આઠ મહિલાને મુક્ત કરવામાં આવી હતી. જેમાંથી 5 ભારતીય અને 3 વિદેશી મહિલા હોવાનું સામે આવ્યું હતું. 3 વિદેશી મહિલાઓમાં એક કેનેડા તેમજ બે થાઈલેન્ડની હોવાનું જાણવા મળ્યું હતું. આ મહિલાઓએ પોલીસને આપેલ નિવેદન અનુસાર, ગ્રાહક દીઠ તેમને એક હજાર રૂપિયા આપવામાં આવતા હતા.
ત્રણેય વિદેશી યુવતીઓના જ્યારે પોલીસે પાસપોર્ટ તપસ્યા તો થાઈલેન્ડની એક 26 વર્ષીય યુવતીના નામની આગળ મિસ્ટર લખેલું જોતા પોલીસ ચોંકી ઉઠી હતી. ત્યારે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ યુવતી હકીકતમાં પુરુષ જ છે અને તે સેક્સ ચેન્જની સર્જરી કરાવીને પુરુષમાંથી સ્ત્રી થઈ હોવાનું જણાવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, થાઈલેન્ડમાં ચાલતા સેક્સ બજારમાં રોજગારી માટે થાઇલેન્ડના અનેક પુરુષો આ રીતે સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવીને સ્ત્રી બને છે.