GujaratSouth GujaratSurat

સુરત અગ્નિકાંડને થયું એક વર્ષ પૂર્ણ, એ ઘટના યાદ આવતાં આજે પણ રૂવાડા ઊભા થઈ જાય છે, જુઓ એ તસવીરો..

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે સુરતમાં એક વર્ષ પહેલા અગ્રિકાંડની આજે પ્રથમ વરસી છે. આજે પણ અગ્રિકાંડના દ્રશ્યો સામે આવતાં કાળજુ કંપી ઉઠે છે. શહેરના તક્ષશિલા અગ્રિકાંડમાં 22 બાળકોના મૃત્યું થયા હતા. આ અગ્રિકાંડે રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. એક સાથે 22 બાળકોના મોતથી રાજ્યમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આજે એક વર્ષ પુર થયું હોવા છતાં હજુ પણ મૃતક બાળકોના પરિવારો ન્યાય માટે ઝંખે છે.

સુરતના તક્ષશિલા અગ્નિકાંડને આજે એક વર્ષ પૂર્ણ થયો છે. એક વર્ષ વિત્યા બાદ પણ હજુ સુધી પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યા છે. અગ્નિકાંડના દોષિતોને હજુ સુધી સજા મળી નથી.

આ ઘટના મામલે ફાયર ઓફિસર, મનપા અધિકારીઓ, બિલ્ડર, ટ્યુશન કલાસીસ સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી. એક વર્ષ વિત્યા બાદ હજુ પણ 14 આરોપીઓ સામે ચાર્જફ્રેમ પેન્ડિંગ છે.

મહત્વનું છે કે, તક્ષશિલા બિલ્ડીંગમાં આગ લાગતા 22 બાળકોના મોત થયા હતા. 22 બાળકોના મોત બાદ પણ હજુ સુધી આરોપીઓને સજા ન થતા સરકાર તેમજ પોલીસ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

આ તક્ષશિલા અગ્નિકાંડ ઘટનાને પગલે બે બિલ્ડરોની ધરપકડ થઈ હતી. સુરત મનપાના અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં હતી. બે બિલ્ડર હરસુલ વેકરિયા અને જીગ્નેશ પાઘડાળની ધરપકડ થઈ હતી. મનપાના કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. બે ફાયર કર્મચારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સુરતના મોટેભાગના ડોમ અને ગેરકાયદે બાંધકામ દૂર કર્યા હતા. અલગ અલગ વિભાગના કુલ 10 કર્મચારીઓની ધરપકડ થઈ હતી.

સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ આ ગોઝારી ઘટનાને આજે એક વર્ષ થયું. મહાનગરપાલિકા તો કદાચ આ ઘટનને ભૂલી ગયું હોઈ શકે. પરંતુ પોતાના વ્હાલસોયા દીકરા-દીકરીને ગુમાવનાર પરિવાર આ ઘટનાને ક્યારે ભૂલી શકે તેમ નથી. 22 વિદ્યાર્થીઓના મોત થયાં તે પરિવારજનોએ ન્યાય મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી એક વર્ષમાં લાખો રૂપિયા ખર્ચી નાંખ્યા. પરંતુ હજું તેમને ન્યાય મળ્યો નથી. દીકરીને ગુમાવવાનું દુઃખ હજુ પણ શમતું નથી. એક વર્ષ થયું છતાં મમતાની આંખો સુકાતી નથી. માતાપિતા હંમેશા તેમના બાળકોની તસવીરો હાથમાં લઈ તેને યાદ કરતાં રહે છે.

તસવીરના માધ્યમથી જ હવે તેમનો અનુભવ કરી શકે છે.બાળકો આ ક્લાસીકમાં ગયા ત્યારે ક્યાં ખબર હતી કે તે હવે પરત ક્યારેય આવવાના નહોતા.વાલીઓ મહાનગરપાલિકા અને ફાયર વિભાગના અધિકારીઓને સજા થાય તે માટે કાયદાકીય લડત ચલાવી રહ્યા છે. અને આ એક વર્ષમાં 12 આરટીઆઈ, 9 સરકારી અરજીઓ કરી છે અને લાખો રૂપિયા સુપ્રીમ કોર્ટ સુધી ખર્ચી નાંખ્યા. મહત્વનું છે કે આ ગોઝારી ઘટનામાં કેટલાય બાળકો જીવતાં ભૂંજાઈ ગયા હતા. 6 બાળકોએ તો પોતાના જીવ બચાવવા નીચે છલાંગ પણ મારી હતી છતાં બચી ન શક્યા.આ ઘટના આજે પણ યાદ કરતાં લોકોના રૂવાડા ઊભા થઈ જાય છે.

તમને જણાવી દઈએ કે આ ગોજારી ઘટના બની ત્યારે સમગ્ર રાજ્યમાં શોક ફેલાઈ ગયો હતો,રાજ્યમાં બધા લોકોએ બાળકોની આત્માને શાંતિ મળે એ માટે શ્રધ્ધાંજલિ આપી હતી. આ ઘટનાના દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા.એ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી, આ ઘટનામાં એક બે નહીં પરંતુ 22 નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં, એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવી વિદ્યાર્થીઓ કુદી રહ્યા હતાં, તો બીજી તરફ 16 જેટલા માસુમો આગની જ્વાળામાં લપટાઈ ચુક્યા હતા.

સુરત સહિત દેશને રડાવનાર આ દુખદ અગ્નિકાંડનું આજે એક વર્ષ પૂરૂ થયું છે. જેમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. તેને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમના પરિવારજનો પોતાના ઘરે દીવા પ્રગટાવી તમામને શ્રદ્ધાંજલિ આપશે. આ સાથે અગ્નિકાંડના આરોપીઓને કડક સજા મળે તેવી માગ પણ કરવામાં આવશે.

સુરતમાં આ ગોજારી ઘટના બની એ વખતે તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા.અહી ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રાજનેતાઓ, સેલિબ્રિટીઓ અનેક લોકોએ આ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી હતી. આ ઘટનામાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી અને આ અંગે જવાબ પણ માગ્યો હતો.