South GujaratGujaratSurat

સુરતમાં બાળકીને ચોકલેટ અને આઈસ્ક્રીમની લાલચ આપીને દુકાન પાસે લઈ જઈને અડપલા કરનાર આરોપી ઝડપાયો

સુરતના લિંબાયત વિસ્તારથી થોડા દિવસો પહેલા એક સમાચાર સામે આવ્યા હતા. જેમાં પાંચ વર્ષીય બાળકીનું અપહરણ કરી તેની સાથે પાડોશમાં રહેનાર યુવક દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આરોપી ફરાળ રહેલો હતો. એવામાં હવે સમાચાર સામે આવ્યા છે. બાળકી સાથે અત્યાચાર કરનાર આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. લિંબાયત પોલીસ દ્વારા ફરિયાદના આધારે અંકિતકુમાર નામના આરોપી ધરપકડ કરવામાં આવી છે.

લિંબાયત વિસ્તારમાં રહેનાર પરિવાર દ્વારા અંકિતકુમાર નામના વ્યક્તિ સામે તેની બાળકીનું અપહરણ અને છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બાળકી ઘર પાસે આંગણામાં રમી હતી. તે દરમિયાન અજાણ્યા ઈસમ દ્વારા તેની બાળકીનું અપહરણ કરી તેને ઘર પાસે આવેલ આઈસ્ક્રીમની દુકાન પાસે લઈ ગયો અને તેની સાથે તેના દ્વારા શારીરીક અડપલા કરવામાં આવ્યા હતા. તેમ છતાં આ સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યાર બાદ માસુમ બાળકીના પરિવાર દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા અંકિતકુમારની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નોધનીય છે કે, લિંબાયત વિસ્તારમાં આવેલ મહારાજા આઇસ્ક્રીમની દુકાન પાસે રહેનાર માત્ર પાંચ વર્ષની માસુમ બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમિયાન અચાનક જ ગ્રે કલરનું પેન્ટ અને વાદળી કલરનું ટીશર્ટ પહેરેલો યુવક કિશોરી બાળકી પાસે આવી ગયો હતો. તે દરમિયાન પાંચ વર્ષની બાળકીનું તે અપહરણ કરી મોઢું દબાવી જબરદસ્તીથી મહારાજા આઇસ્ક્રીમ દુકાન પાસે લઈને ચાલ્યો ગયો હતો. ત્યાં બાળકી સાથે શારીરિક અડપલા કરી તેની છેડતી કરવામાં આવી હતી. જયારે આ સમગ્ર ઘટના મહારાજા આઇસ્ક્રીમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યાર બાદ માસુમ બાળકીના પરિવાર દ્વારા યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા યુવક સામે અપહરણ અને છેડતીનો ગુનો દાખલ કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.