સુરતની આશ્ચર્યચકિત ઘટના : પિતાએ દીકરીને રમાડતા રમાડતા કરી નાખી એવી ભૂલ કે દીકરીનો જીવ જ ચાલ્યો ગયો…

સુરતથી આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. કેમ કે એક પિતાને નાની દીકરી સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. સુરતમાં એક પિતાએ પોતાની દીકરીને હવા ઉછાળી હતી એજ તેમને ભારે પડ્યું છે. કેમકે આ દરમિયાન આ બાળકીનું માથું ચાલુ પંખામાં આવી જતા ત્રણ મહિનાનું બાળકીનું કરૂણ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં આ કરૂણ ઘટના બની હતી. લિંબાયતના ખાનપુરા વિસ્તારમા મસરુદ્દીન શાહનો પરિવાર વસવાટ કરે છે. જયારે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરનાર મસરુદ્દીન શાહની વાત કરીએ તેમને ત્રણ પુત્રી અને એક પુત્ર રહેલ છે. એવામાં મસરુદ્દીન તેમની ત્રણ મહિનાની દીકરી ઝોયા ને રમાડી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેમને ઝોયાને રમાડતા રમાડતા અધ્ધર ઉછાળી હતી અને તે સમયે ઝોયાનું માથું ચાલુ પંખામાં આવી જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી.
ત્યાર બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ઝોયાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યારે ટૂંકી સારવાર બાદ ત્રણ વર્ષની બાળકીનું કરૂણ મોત થયું હતું. સુરતના લિંબાયત પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.