South GujaratGujaratSurat

સુરતમાં પરિવારને ઘરમાં બંધ કરી યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું, પાંચ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે સુરતથી તેવી જ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં 39 વર્ષીય યુવક દ્વારા ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. ઉત્તરાયણની ઉજવણી બાદ રાત્રીના કોઈ કારણોસર સુતેલા પરિવારને રૂમમાં બંધ કરીને દાદરમાં દરવાજા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધે હતી. યુવક દ્વારા આત્મહત્યાને લીધે પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

જાણકારી મુજબ, બિહારનો અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં 39 વર્ષીય કમલેશ વકીલ શાહ પરિવાર સાથે રહી રહ્યો હતો. તેને પરિવારમાં પત્ની, ચાર દીકરી અને એક દીકરો રહેલ છે. કમલેશ સંચા ખાતામાં કામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. તેમ છતાં થોડા દિવસોથી અઠવાડિયામાં ચાર દિવસ જ કામ પર જતો હતો અને બાકીના દિવસોમાં ફરતો રહેતો હતો.

ગઈ કાલ રાત્રીના ઉત્તરાયણ પર્વની પરિવાર દ્વારા ઉજવણી કરાઈ હતી અને ત્યાર બાદ રાત્રીના જમીને ઘરમાં સુઈ પણ ગયા હતા. એવામાં રાત્રીના બે વાગ્યાના કમલેશ ઊઠીને ઘરની બહાર જઈ રહ્યો હતો, જેથી પત્ની ઉઠી ગઈ હતી. તેને એમ પણ કહ્યું હતું કે, કમલેશ ટોઇલેટ કરવા માટે જતો હશે. તેમ છતાં કમલેશ ઘરની બહારથી દરવાજો બંધ કરી નાખ્યો હતો. તેના લીધે પત્નીએ એ બાબતે પૂછતાં તને કંઈપણ કહ્યું નહોતું. થોડીવાર થઈ હોવા છતાં પતિ પરત ના આવતા પત્ની દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી. તેના લીધે પાડોશમાં રહેનાર લોકો તેમના ઘરે આવી પહોંચ્યા હતા. તે સમયે કમલેશ ઘરના દાદરમાં આવેલા દરવાજા સાથે લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. કમલેશ દ્વારા દોરી દરવાજા સાથે બાંધી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવવામાં આવ્યું હતું.

પાડોશી દ્વારા ત્યાર બાદ કમલેશને ઉતારવામાં આવ્યો અને દીકરીએ જોયુ કે તેના પિતાના શ્વાસ ચાલી રહ્યા હતા. તેના લીધે કમલેશને 108 ને જાણ કરવામાં આવી અને 108 ની ટીમ તાત્કલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેના દ્વારા કમલેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એવામાં પતિના મોતના લીધે પત્ની દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જ્યારે પાંચ સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોંજુ છવાઈ ગયું હતું. તેમ છતાં કમલેશ આત્મહત્યા કેમ કરવામાં આવી તેનું કારણ જાણવા મળ્યું નથી.