પરીક્ષામાં કોપી કરી રહેલા વિદ્યાર્થીને સુરત યુનિવર્સિટીએ કરી કરી સજા
સુરત યુનિવર્સિટીથી મોટી જાણકારી સામે આવી છે. સુરત યુનિવર્સિટીની પરીક્ષામાં માસ કોપી કેસ બાબતમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર યુનિવર્સિટી દ્વારા માસ કોપી કેસમાં ઝડપાયેલી 28 વિદ્યાર્થિની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતમાં ફેક્ટ કમિટીની સુનાવણી બાદ ઝીરો માર્કની સાથે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત કામરેજની વિશ્વભારતી કોલેજમાં છ એપ્રિલના રોજ અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં માસ કોપી કેસનો મામલો સામે આવ્યો હતો. યુનિવર્સિટી સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા કોલેજમાં ચેકિંગ કરતા દરમિયાન 28 વિદ્યાર્થિનીઓ કોપી કેસમાં પકડવામાં આવી હતી. જ્યારે હવે તમામ વિદ્યાર્થિનીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. ફેક્ટ કમિટીએ આ મામલામાં 28 વિદ્યાર્થિનીઓને ઝીરો માર્કની સાથે 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
તમને જણાવી દઈએ કે, યુનિવર્સિટી સ્પેશિયલ સ્ક્વોડને કોલેજમાં ચેકિંગ કરતા દરમિયાન 28 વિદ્યાર્થિનીઓ પાસેથી માઈક્રો ઝેરોક્ષ અને કાપલીઓ મળી આવી હતી. ત્યાર બાદ યુનિવર્સિટી દ્વારા તપાસ શરૂ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 28 વિદ્યાર્થિનીઓને ઝીરો માર્કની સાથે 500 રૂપિયાનો દંડ તો ફટકારવામાં આવ્યો છે. જ્યારે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા સુપ્રિટેન્ડેન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. કેમ કે સીસીટીવી સહિતના પુરાવા યુનિવર્સિટીને મોકલી દેવાયા હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંગ્રેજી ની પરીક્ષામાં માસ કોપી કેસ બાબતમાં 28 વિદ્યાર્થિનીઓની સાથે કોલેજ ના સુપ્રિટેન્ડેન્ટ સામે પણ કાર્યવાહી કરાઈ હતી. માહતી મુજબ, સુપ્રિટેન્ડેન્ટને પણ પરીક્ષાની કામગીરીથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે . જેમાં ત્રણ વર્ષ સુધી સુપ્રિટેન્ડેન્ટ ને પરીક્ષાની કામગીરીથી દૂર રહેવા કુલપતિ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.