સુરતના વેવાઈ-વેવાણ ફરી વખત ઘરેથી ભાગી ગયા, જાણો કારણ
ગુજરાતમાં વેવાઈ-વેવાણ ની પ્રેમકહાની ખુબ જ ચર્ચામાં રહી છે. દીકરા-દીકરીના લગ્ન પહેલા જ વેવાઈ-વેવાણ ઘર છોડીને ભાગી ગયા હતા. જો કે તેઓ પાછા આવી ગયા હતા. પાછા આવ્યા બાદ વેવાણના પતિએ તેને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. થોડા દિવસ બધું શાંત રહ્યાં બાદ હવે વેવાઈ-વેવાણ ફરીથી ઘર છોડીને ભાગી ગયા છે.
રિપોર્ટ મુજબ વેવાણ પિયરમાં રહેતા હતા.તેમના પતિ અપનાવવા માટે તૈયાર ન હોવાથી તેઓ એકલા પડી ગયા અને ફરીથી વેવાઈ સાથે ભાગી જવાનું નક્કી કર્યું હતું.ઉલ્લેખનીય છે કે અગાઉ સમાજમાં અને પરિવારમાં બદનામી ના ડરથી તેઓ ઘરે પાછા આવી ગયા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ વેવાઈ-વેવાણ શનિવારે સુરતથી ભાગી ગયા છે.બદનામીના ડરથી પરિવારે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ કરી નથી તેવું જાણવા મળી રહ્યું છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેવાઈએ આ વખતે વેવાણને લઈને અન્ય શહેરમાં જવાને બદલે સુરતમાં જ રહેવાનું નક્કી કર્યું છે અને વરાછામાં મકાન ભાડે રાખ્યું છે.જો કે આ મામલે હજુ કોઈ સ્પષ્ટ પુરાવા મળ્યા નથી.
જણાવી દઈએ કે અગાઉ વેવાઈ વેવાણ 16 દિવસ સુધી ગુજરાત બહાર જતા રહયા હતા. 25 વર્ષ અગાઉનો પ્રેમ અને દીકરા-દીકરીના લગ્ન નક્કી થયા બાદમાં આવું પગલું ભરતા બદનામી ના ડરથી તેઓ ભાગી ગયા હતા. પરત આવ્યા બાદ પોલીસમાં વેવાઈએ જણાવ્યું હતું કે 16 દિવસ તેઓ ઉજ્જૈનના ગેસ્ટ હાઉસમાં રહ્યાં હતા.