સુરતના યુવકને મોબાઈલ ગેમ રમવું પડ્યું ભારે, 70 લાખની માંગણી અને પછી થયું અપહરણ

સુરત શહેરમાં વસવાય કરતો એક યુવક પોતાના પરિવાર સાથે ગોવા ફરવા ગયો હતો. ત્યારે યુવકે નવરાશમાં પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઇન ગેમ રમી અને પછી પાંચ જેટલા લોકોએ યુવક પાસેથી 70 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, યુવકે આ પૈસા આપવાની ના પાડી દેતા તેનું અપહરણ કરી તેને ખૂબ માર મારવાની ઘટના બની હતી. ત્યારે સાયબર ક્રાઈમ પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વેસુમાં સ્ટોર ચલાવતો અખિલ ભાટિયા 10 માર્ચના રોજ તેના પરિવાર સાથે ગોવા ફરવા ગયો હતી. ન્યા અખિલના ભાઈ દિપક અને નીતીન સાથે આઈશા પણ આવી હતી. આઈશાએ કુબેર એક્સચેંન્જની લીંક પોતાના મોબાઈલમાં મંગાવી હતી. ત્યારબાદ આઈશાએ પોતાના મોબાઇલની બેટરી ડાઉન થઈ ગઈ હોવાથી અખિલ ભાટિયાના મોબાઇલમાં લીંક ઓપન કરીને જુદી જુદી ગેમ રમી હતી. અખિલ પણ રૂમ પર જઈને પોતાના મોબાઈલમાં આ ગેમ રમવા લાગ્યો હતો. ગેમ રમીને અખિલ સુઈ ગયો હતો ત્યારે 13મીના રોજ રાત્રીના સમયે આખીલ પર કિશનનો ફોન આવ્યો હતો. અને તેણે અખિલ પાસેથી ગેમ રમવાના 70 લાખ રૂપિયા માંગ્યા હતા. જો કે, અખિલ આ પૈસા આપવાની ના પાડીને ફોન કાપી નાખ્યો હતો.
નોંધનીય છે કે, અખિલે પૈસા આપવાની ના પાડીને ફોન કાપની નાખ્યા પછી 17મી તારીખના રોજ મુન્ના રાજાએ અખિલને ફોન કર્યો હતો. અને તેને વરાછા સીમાડા નાકા પર મળવા માટે બોલાવ્યો હતો. ત્યાંરે મુન્ના સહિત 3 લોકોએ સાથે મળીને અખિલનું અપહરણ કર્યું હતું. મુન્નાએ 18મી તારીખના રોજ અખિલને મોટા વરાછા ઓફિસે બોલાવીને તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી અને તેને માર માર્યો હતો. તેમજ અખિલના ખિસ્સામાં રહેલા 35,000 રૂપિયાની રોકડ રકમ પણ મુન્નાએ કાઢી લીધી હતી. તેમજ કિશનના એકાઉન્ટમાં ડિજિટલ પેમેન્ટ થકી 50,000 રૂપિયા ટ્રાન્સફર પણ કરી દીધા હતા. અને પછી અખિલને આ મામલે તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલે અખિલ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસે અખિલની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ અપહરણ તેમજ મરામારીનો ગુનો નોંધીને તમામને ઝડપી પાડવા માટેની તાજવીજ હાથ ધરી હતી. હાલ તો પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી લીધી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.