સુરેન્દ્રનગર : દર્દીને લઇ જઈ રહેલી એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડતા સર્જાયો ભયંકર અકસ્માત, ત્રણના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ચોટીલા – રાજકોટ હાઇવે પર આપા-ગીગાના ઓટલા પાસે ટ્રક પાછળ એમ્બ્યુલન્સ અથડતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે ચોટીલાથી દર્દીને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. તેમ છતાં જે દર્દીને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો તે દર્દી બચી ગયો અને સાથે રહેલા ત્રણ લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે.
જ્યારે આ અકસ્માતની વાત કરીએ તો આ અકસ્માત એટલો ભયંકર હતો કે, એમ્બ્યુલન્સનો કુચ્ચો થઈ ગયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં દર્દીની સાથે રહેલા વિજયભાઈ બાવળિયા, પાયલ બેન મકવાણા અને ગીતાબેન મિયાત્રાનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું છે. અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આ મામલામાં તપાસ શરુ કરી હતી.