GujaratSaurashtraSurendranagar

સુરેન્દ્રનગરથી સામે આવી દુઃખદ ઘટના, યુવકે લગ્નના સાત દિવસ પહેલા જ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

રાજ્યમાં દરરોજ આત્મહત્યા ના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેને લઈને જાણકારીઓ સામે આવતી રહે છે. જયારે આજે આવી જ એક બાબત સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોયકા ગામેથી સામે આવી છે. આ ગામના પટોળાના વેપાર સાથે જોડાયેલ યુવાન ગળેફાંસો ખાધેલી હાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યાર બાદ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો અને ત્યાં હાજર રહેલા તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેના લીધે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક યુવકની વાત કરીએ તો તેના સાત દિવસ પછી લગ્ન પણ રાખેલા હતા. એવામાં હવે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. તેની સાથે યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તેનું કારણ હજુ સુધી સામ આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે, પટોળા અને વણાટ વ્યવસાય કરી રહેલા ગુંણવતભાઈ રાઠોડના પુત્ર રમેશભાઈની સગાઈ ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામમાં કરવામાં આવી હતી. તારીખ 4 મેના રોજ રમેશભાઈના લગ્ન રાખેલા હતા. ગુરુવારના રોજ રાત્રીના રમેશ ભાઈ તેમના ઘરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. તેમના દ્વારા રમેશભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાર હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સાત દિવસ બાદ યુવકના લગ્ન રાખેલા હતા અને તેને મૃત્યુથી પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.