સુરેન્દ્રનગર બાજુ જાઓ અને ઉકાભાઈના પુરીશાક ન ખાવ તો ધક્કો વસૂલ ન કહેવાય, જુઓ તેમનું સરનામું…
નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.
આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગર શહેરની, કહેવાય છે કે જો તમે સુરેન્દ્રનગર જાઓ અને ઉકાભાઈના પુરીશાક ન ખાઓ તો ધક્કો વસૂલ ન કહેવાય.ઉકાભાઈના પુરીશાક સુરેન્દ્રનગરમાં ખૂબ જાણીતા છે.જો આપણે સુરેન્દ્રનગરમાં એડ્રેસની વાત કરીએ તો તેમની દુકાનનું નામ ઉકાભાઈ પુરીશાકવાળા છે.સુરેન્દ્રનગરમાં મેઇન રોડ, મિલન સિનેમાની સામે,તેમની દુકાન આવેલ છે,છતાં પણ સરનામું ન મળે તો ૯૮૨૫૮૯૩૭૪૫ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.
ઉકાભાઈનો આ ધંધો છેલ્લા ૪૦ વર્ષથી ચાલી રહ્યો છે.ઉકાભાઈનું અવસાન થયેલ છે,અત્યારે તેમના દીકરા દીપકભાઈ અને પ્રકાશભાઈ સંભાળી રહ્યા છે.તેમની સ્પેશ્યાલિસ્ટમાં પૂરી,બટાકાનું શાક,ઢોકળી,સેવ ટામેટાનું શાક,ગાંઠિયા ડુંગળી,અને શિયાળામાં રીંગણાંનો ઓળો અને દર શનિવારે લીલા ચણા અને રવિવારે ઊંધિયું મળે છે.
અહી ઉકાભાઈના પુરીશાક ખૂબ જ ફેમસ છે,જ્યાં શાકના ૬૦ રૂપિયા અને ૬ પુરીના ૨૦ રૂપિયા છે.ખરેખર ઉકાભાઈના પુરીશાક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.જો તમે સુરેન્દ્રનગર બાજુ જાઓ અથવા સુરેન્દ્રનગરમાં રહેતા હોય તો ઉકાભાઈના પુરીશાક ખાવાનું ન ભૂલતા.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.