Gandhinagar

આશ્ચર્યચકિત : ગાંધીનગર ગાય સાથે ટકરાતા યુવાન નું કરુણ મોત, માતાએ મૃતક દીકરા સામે જ દાખલ કરી ફરિયાદ

રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે.રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો વળી કેટલાક લોકોએ તો રખડતા ઢોરના કારણે થયેલ અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં એસપી કચેરી પાસેથી આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગરમાં એસપી કચેરી નજીક ટુ વ્હીલર ચાલક 26 વર્ષીય નિહાલ શાહ એક્ટીવાને લઈને પોતાની માતાને સાથે પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક ગાય આવી જતા બંને જમીન પર પટકાયા હતા. તેના લીધે નિહાલ શાહનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની માતાને સામાન્ય ઈજા પહોંચી હતી.આ ઘટનામાં તેમની માતા દ્વારા મૃતક સામે જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અકસ્માતની વાત કરીએ તો આ અકસ્માત ગુરુવારના સર્જાયો હતો. જ્યારે નિહાલ અને તેના માતા મંજુલા શાહ સેક્ટર 24 તરફ એક્ટીવા લઈને જતા હતા. તે સમયે ગાંધીનગરમાં એસપી ઓફિસ નજીક પહોંચ્યા ત્યારે એક ગાય રસ્તા પર અચાનક આવી જતાં નિકાલ ભાઈ દ્વારા બ્રેક મારવામાં આવી હતી. બ્રેક મારતા ની સાથે જ નિહાલભાઈએ વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો. તેના લીધે એક્ટિવા સ્લીપ ખાઈ જતા માતા-પુત્ર જમીન પર પટકાયા હતા. ત્યાર બાદ તે બંનેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તેમ છતાં યુવાનને માથા પર ગંભીર ઇજા વધુ હોવાના લીધે તેમને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું શનિવારના કરૂણ મોત નીપજ્યું હતું.

જ્યારે આ મામલામાં નિહાલભાઈની માતા દ્વારા સેક્ટર 21 માં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં તેમણે પોતાના દીકરાને આ ઘટનાને લઈને જવાબદાર ગણાવ્યો હતો. માતાએ પુત્રના જ બેદરકારી ભર્યા ડ્રાઈવિંગ ના લીધે ઘટના ઘટી હોવાનું જણાવ્યું હતું. તેના લીધે સેક્ટર 21 પોલીસ દ્વરા  મૃતક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, રાજ્યભરમાં રખડતા ઢોરના આતંકને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. જેમાં અત્યારસુધીમાં અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તો અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. ચૂંટણી પહેલા રાજય સરકાર રખડતા ઢોરને લઈને એક કાયદો લઈને આવી હતી. જો કે, દબાણની રાજનીતિને કારણે થઈને રાજ્ય સરકારે આ કાયદો પરત લેવો પડ્યો હતો. જો કે, આ બધા વચ્ચે રાજકોટમાં બનેલ આ ઘટના હાલ તો ચર્ચાનું કેન્દ્ર બની છે.