સુરતમાં અન્ય સાથે પ્રેમ સંબંધની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન નાખી જીવતી સળગાવતા મોત
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવો જ એક મામલો સુરતથી સામે આવ્યો છે. સુરતમાં આધેડ વયના પ્રેમ-પ્રકરણમાં પ્રેમી દ્વારા પ્રેમિકાની હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રેમી દ્વારા પ્રેમિકાની કેરોસીન છાંટી હત્યા કરવામાં આવી છે. કતારગામ લલીતા ચોકડી નજીક પ્રેમી દ્વારા પ્રેમિકાને કેરોસીન છાંટી સળગાવી દેવામાં આવી હતી. તેના લીધે મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. મહિલા ને બે સંતાનો પણ રહેલ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, કતારગામ વિસ્તારમાં રહેનારા 50 વર્ષીય રાધાબેન નું સળગી જવાના લીધે મોત નીપજ્યું છે. પ્રેમી શંભુ દ્વારા જ પ્રેમિકા મહિલાને સળગાવી દેવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. મૃતક મહિલા ને 2 સંતાનો રહેલ છે. મૃતકના પ્રેમી દ્વારા જ હત્યા કરવામાં આવી હતી.
આ મામલામાં જણાવી દઈએ કે, મહિલા અન્ય સાથે પ્રેમ સંબંધમાં હોવાની શંકામાં પ્રેમી દ્વારા હત્યા કરવામાં આવી હતી. મોડી રાત્રીના સળગાવવાની અને હત્યા કરવાની સમગ્ર ઘટના ઘટી હતી. આ મામલામાં જાણ થતાં જ કતારગામ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં આ બન્ને બાળકો હાલ નોધારા થઈ ગયા હોવાથી પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.