SaurashtraGujarat

નીતા ચૌધરી કેસને લઈને મોટા અપડેટ : હાઈકોર્ટે આકારા પાણીએ પૂછ્યું કે….

ગુજરાતના ચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ના કેસને લઈને નવી જાણકારી સામે આવી છે. કચ્છની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ને ગુજરાત ATS દ્વારા થોડાક દિવસો પહેલા ઝડપી પાડવામાં આવ્યા હતા. કચ્છ પોલીસ દ્વારા નીતા ચૌધરી ને સુરેન્દ્રનગર ના લીંબડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. એવામાં નીતા ચૌધરી મામલામાં આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

આ મામલામાં હાઈકોર્ટમાં નીતા ચૌધરી ના વકીલ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. ત્યારે આ દલીલો સામે હાઈકોર્ટ દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો તેઓ નિર્દોષ હતાં તો ત્યાંથી કેમ ભાગ્યા? તેઓ CID ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા હતા, શું તેઓ બુટલેગર સાથે ફરજ બજાવી રહ્યા હતા. તમે CID માં રહેલા હતા  તો પણ તમને ખ્યાલ નહોતો આવ્યો કે, તમે જેની સાથે ફરી રહ્યા છો તે સામાન્ય માણસ છે કે આરોપી રહેલ છે. તેની સાથે તમે જેની સાથે ફરી રહ્યા હતા તેના વિરુદ્ધ 22 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.

તેની સાથે ગુજરાત હાઇકોર્ટમાં નીતા ચોધરી ના વકીલ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી કે, તેમને અધિકારીઓ દ્વારા કેટલાક કામ આપવામાં આવ્યા હતા તેના લીધે તેઓ બુટલેગરના સંપર્કમાં રહેલા હતા. હાઈકોર્ટે સામે સવાલ કરવામાં આવ્યો હતો કે, શું આ વાત રેકોર્ડ પર છે કે રહેલી નથી. ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો. નીતા ચૌધરી વિરુદ્ધ તમામ પુરાવા ઓ સહિતની સત્યતા મામલે જલ્દીથી સોગંદનામું હાઈકોર્ટમાં દાખલ કરાશે. આ મામલામાં  25 જુલાઇના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.