જૂનાગઢના તોડકાંડ કેસમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની ATS દ્વારા ધરપકડ
જૂનાગઢના તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઈની થોડા દિવસથી તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તરલ ભટ્ટની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શક્યતા રહેલી છે. તેમજ અન્ય 2 આરોપીઓની એટીએસ શોધખોળ કરવામાં આવી રહી છે. ગઈકાલના પોલીસ દ્વારા તરલ ભટ્ટના નિવાસ સ્થાને એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત ATS દ્વારા આરોપી PI તરલ ભટ્ટના ઘરે તપાસ શરૂ કરવામાં આવી હતી. તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત શિવમ રેસિડેન્સીમાં પાંચમા માળે એટીએસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જ્યારે દોઢ કલાક ચાલેલી આ તેમના પરિવાર સાથે તેમને લઈને પૂછપરછ કરાઈ હતી. આ સિવાય તરલ ભટ્ટનું ઘર પિતાના નામે રહેલુ હતું. મિલકત અને બેંક એકાઉન્ટની પણ જાણકારી મેળવાઈ હતી. ત્યારે આરોપી તરલ ભટ્ટની માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વિવાદીત ભૂમિકા હોવાનું પણ જાણકારી સામે આવી હતી. જૂનાગઢના તોડકાંડમાં તરલ ભટ્ટની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદથી તરલ ભટ્ટ અને PI ગોહેલની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
તેની સાથે કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવેલ તરલ ભટ્ટ દ્વારા વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માંગવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા 6 ફેબ્રુઆરીના સુનાવણી હાથ ધરવામાં આવશે. હાલમાં જે તપાસ ચાલી રહી છે તેની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ASI દિપક જાનીની અટકાયત કરી હોવા છતાં હજુ સુધી કોઈ ખુલાસા કરવામાં આવ્યા નથી. ત્યારે ATS દ્વારા જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે રહેલી હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતા અનફ્રિઝ કરવા માટે રૂપિયાની માંગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આરોપ લાગેલો છે. ઘણા ખાતાની જાણકારી પોલીસને આપવામાં ન આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.