InternationalNews

બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા લોકો પર SUV કાર ફરી વળી, 7ના મોત

ટેક્સાસ બોર્ડર ટાઉન બ્રાઉન્સવિલેમાં રવિવારે એક એસયુવીએ બસ સ્ટોપ પર ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. બ્રાઉન્સવિલે પોલીસ ઈન્સ્પેક્ટર માર્ટિન સેન્ડોવલે જણાવ્યું હતું કે અકસ્માત સ્થાનિક સમય અનુસાર સવારે 8:30 વાગ્યે થયો હતો.

બિશપ એનરિક સેન પેડ્રો ઓઝાનમ સેન્ટરના શરણાર્થી નિર્દેશક વિક્ટર માલ્ડોનાડોએ જણાવ્યું હતું કે બસ સ્ટોપ પર બેઠક વ્યવસ્થા ન હતી અને લોકો બસની રાહ જોઈને રસ્તાની બાજુમાં બેઠા હતા. તેમણે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના લોકો વેનેઝુએલાના હતા.

આ પણ વાંચો: ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે ચોમાસુ

શેલ્ટરના ડિરેક્ટર વિક્ટર માલ્ડોનાડોએ જણાવ્યું હતું કે અકસ્માત અંગે ફોન આવ્યો હતો. ત્યારબાદ તેણે આશ્રયસ્થાનના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા, જેમાં એક એસયુવી બસ સ્ટોપ પર બેઠેલા લોકોને ટક્કર મારતી જોવા મળી હતી. માલડોનાડોએ કહ્યું કે, “અમે વીડિયોમાં જે જોયું, એક રેન્જ રોવર એસયુવી બસ સ્ટોપ પર બેઠેલા લોકો પર ચાંદી ગઈ હતી.