South GujaratGujaratSurat

ઘડિયાળ ચોરીની શંકામાં તાલિબાની સજા, સુરતના સગીરને ઔરંગાબાદના મદ્રેસામાં ઢોર માર મરાયો

મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલદાબાદના મદ્રેસાથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખુલદાબાદના મદ્રેસામાં આલિમ બનવા ગયેલા સુરતના ભેસ્તાનના 16 વર્ષિય તરૂણને ઘડિયાળ ચોરીની શંકામાં તાલીબાની સજા આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.

ઘટના લઈને તરુણના પરિવાજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 25 કિમીના અંતરે ખુલદાબાદ આવેલ છે. આ આવેલ મદ્રેસામાં અમારા દ્વારા અમારા 16 વર્ષિય દિકરાને આલિમ બનવા માટે મુકવામાં આવ્યો હતો. એવામાં રવિવારના રોજ અમારા મોબાઇલ પર એક વીડિયો મોકલવામાં આવ્યો હતો. તેને જોતા જ અમને ભારે દુઃખ પહોંચ્યું હતું. જેમાં અમારા દિકરાને તાલીબાની સજા આપતા હોય તેવી જ રીતે તેનું શરીર ખુલ્લું કરાયું હતું અને તેના પર ૧૦ લોકો દ્વારા જોરશોરથી માર મારવામાં આવી રહ્યો હતો.

તેના લીધે મારો દીકરો રડી રહ્યો હતો પરંતુ તેને બચાવનાર કોઈ નહોતું. આ વીડિયો આવ્યા બાદ અમારા દ્વારા પહેલા ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનનો નંબર શોધીને તેમને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ અમે તાત્કાલિક ખુલદાબાદના મદ્રેસામાં જઈ ટ્રસ્ટીઓને મળવા પહોંચ્યા હતા. તે દરમિયાન ટ્રસ્ટીઓ દ્વારા તાલિબાની સજા આપનારા મૌલાના શિક્ષકને ચોરીની શંકાથી માર માર્યો અને તેને કાઢી મૂક્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ બાબતમાં વધુ કિશોરના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમ કથા અમારા દીકરાને ન્યાય મળે અને અન્ય કોઈના બાળક સાથે આવી ઘટના ઘટે નહિ તે માટે અમે સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા તો ત્યાં પણ અમને સ્થાનિક લોકો દ્વારા ઘેરી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તમને અહીંથી નીકળવા દઇશું નહીં તેવી ધમકી પણ આપી હતી. તેના લીધે જીવ બચાવવા માટે અમારે સ્થાનિક પોલીસ અધિકારીની મદદ પણ લેવી પડી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા અમારી ફરિયાદ સાંભળવામાં આવી હતી અને તેમણે યોગ્ય જણાતા તેમણે તાત્કાલિક અમારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.