વલસાડ નેશનલ હાઇવે પર ટેન્કર પલટી જતા આગ, બેનું કરુણ મોત
વલસાડ ના વાઘલધરા પાસે નેશનલ હાઇવે-48 પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા તે ભડકે બળ્યું હતું. ટેન્કરમાં ભરેલા જ્વલનશીલ પદાર્થ હોવાના લીધે આગ દ્વારા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવામાં આવ્યું હતું. તેના લીધે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. તેમના દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનામાં ઘટનામાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે.
જાણકારી મુજબ, વલસાડ જિલ્લાના વાઘલધારા નજીક નેશનલ હાઈવે-48 પર બુધવાર સાંજના કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાતા તેમાં આગ લાગી ગઈ હતી. જેમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હોવાના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેના લીધે દૂર દૂર સુધી આગ નો ધુમાડો પણ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની 5 ટીમો ઘટના સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. બીજી તરફ વાહનવ્યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી દેવામાં આવ્યો હતો. આગ ના લીધે નેશનલ હાઇવે પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. તેમ છતાં ડુંગરી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં બે વ્યક્તિ ના કરૂણ મોત નિપજ્યા છે. એક મૃતદેહ ટેન્કરમાંથી અને બીજો બહારથી મળી આવ્યો હતો. બંને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતદેહ પર કબજો મેળવી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.