BollywoodIndiaNews

તારક મહેતા ની અભિનેત્રી જેનિફરે પ્રોડ્યુસર અસિત મોદી પર શારીરિક શોષણના આરોપ લગાવ્યા, 15 વર્ષ બાદ સિરિલને કહ્યું અલવિદા

સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શ્રીમતી રોશન સિંહ સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રી બંસીવાલે (jennifer mistry) 15 વર્ષ પછી શોને અલવિદા કહી દીધું છે. જેનિફરે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ પર શારીરિક શોષણ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. શ્રીમતી સોઢીની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી જેનિફર મિસ્ત્રીએ શોના એક્ઝિક્યુટિવ નિર્માતા અને નિર્માતાઓ સામે જાતીય સતામણીનો આરોપ લગાવતી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

‘Taarak Mehta Ka Ooltah Chashmah’ ની રોશન સિંહ સોઢી (jennifer mistry) એ મેકર્સ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. ઈ-ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે તેણે શો છોડી દીધો છે. આ સાથે જેનિફરે કહ્યું કે, સોહિલ રામાણી અને જતીન બજાજે સેટ પર મારું અપમાન કર્યું હોવાથી મારે સેટ છોડવો પડ્યો. જેનિફરે કહ્યું કે 7 માર્ચે તેમની લગ્નની વર્ષગાંઠ અને હોળી હતી. તેથી સોહિલ અને જતિને તેને સેટ પર જબરદસ્તીથી રોકવાનો પ્રયાસ કર્યો હતો.

જેનિફરે (jennifer mistry) કહ્યું કે તેણે સોહિલ અને જતિનને પણ કહ્યું કે તે આ સિરિયલમાં 15 વર્ષથી કામ કરી રહી છે, તેથી તે મને બળજબરીથી રોકી શકે નહીં. પરંતુ આ બધા કહેવાથી તે લોકો પર કોઈ અસર થઈ ન હતી અને જ્યારે તે જવા લાગી ત્યારે તેને ધમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: શનિ જયંતિ 2023: 90% લોકો શનિ મંદિરમાં જઈને આ 1 ભૂલ કરે છે, જાણો

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઇને કરી મોટી આગાહી

જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે તેણે શોના મેકર્સ આસિત કુમાર મોદી (Asit modi), સોહિલ રામાણી અને જતિન બજાજ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. જણાવી દઈએ કે જેનિફર મિસ્ત્રી શરૂઆતથી જ ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ માં રોશન સિંહ સોઢીનો રોલ કરી રહી છે. તે છેલ્લા 15 વર્ષથી આ શો સાથે જોડાયેલી છે. ભૂતકાળમાં, ઘણા જૂના કલાકારોએ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી પોતાને દૂર કર્યા છે. જેમાં શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાનું નામ પણ સામેલ છે. અસિત મોદી અને શૈલેષ લોઢા વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. શૈલેષ લોઢાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓ પર ફી ન ભરવાનો આરોપ લગાવ્યો હતો.