GujaratRajkotSaurashtra

ગુજરાતમાં આ શહેરમાં ઉગતા પોરના મેલડી માતાજીનું ચમત્કારિક મંદિર, દર્શન કરવાથી થાય છે ભક્તોની મનોકામના પૂર્ણ

ugata por Meldi Mataji : હિન્દુ ધર્મમાં દરેક મંદિરની વિશેષતાઓ અલગ-અલગ હોય છે અને મંદિરમાં અલગ અલગ દેવી દેવતાઓ પણ બિરાજમાન હોય છે.ગુજરાતના રાજકોટમાં તો અનેક મંદિર આવેલા છે જ્યાં એક એવું મેલડી માતાજી નું મંદિર છે.

ઉગતા પોરના મા મેલડીનું આ મંદિર રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલું છે.આ મંદિરમાં ઉગતા પોરના મા મેલડી બિરાજમાન છે. આ મંદિરનું નિર્માણ 30 વર્ષ પહેલાં એક રિક્ષાચાલક દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિર સવારે 7થી 12 અને સાંજે 4થી 11 વાગ્યા વચ્ચે ભક્તો માટે ખુલ્લું રહે છે.

આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરી તો 30 વર્ષ પહેલા દર રવિવારે ગોંડલ રોડ પર આવેલા સડકવાળા મેલડી માતાજીના દર્શન કરવા માટે લોકો જતા હતા અને તેઓ 30 વર્ષ પહેલા રીક્ષા ચલાવતા હતા અને તેમને વિચાર આવ્યો કે તેઓ પણ માતાજી મેલડી નું મંદિર બનાવશે.

આ મંદિર સૂરજ જે દિશામાં ઉગે એટલે કે પૂર્વ દિશામાં છે જેથી આ મંદિરનું નામ ઉગતા પોરના મેલડી માતાજી રાખવામાં આવ્યું. લોકો આ મંદિરમાં આવવા લાગ્યા અને તેમના દુખ પણ દૂર થયા.લોકો દર મંગળવારે અને રવિવારે માતાજીના દર્શન કરવા માટે આવે છે. કહેવાય છે કે અહિંયા આવતા દરેક ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે.