GujaratRajkotSaurashtra

રાજકોટમાં પૈસા કમાવવાની લાલચમાં સાસુ સસરાએ સગા પુત્ર અને પુત્રવધુ ની અંગત પળોને કરી દીધી વાયરલ

લગ્ન પછી પરિણીતાને સાસરિયાઓ દ્વારા આપવામાં આવતા ત્રાસના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. પરંતુ રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને સૌ કોઈ હચમચી ઉઠશે. રાજકોટમાં સાસુ અને સસરાએ પૈસા કમાવવાની લાલચમાં પુત્ર અને પુત્રવધુ ની અંગત પળોનો વીડિયો ઉતારીને તેને વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પરિણીતાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે પણ આ સમગ્ર મામલે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં માવતર જ કમાવતર બન્યું હોવાનું સામે આવ્યું છે. જ્યાં સાસુ-સસરાએ પૈસા કમાવવાની લાલચમાં પોતાના જ સગા પુત્ર અને પુત્રવધુ ના અંગત રીતે વીડિયો ઉતારીને ઓનલાઈન વેબસાઈટ પર મુક્યા હોવાનું સામે આવ્યું છે. પરિણીતાની આ વાતની જાણ થતાં જ તેણીએ આ મામલે તેના સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ તેના સસરા પર આક્ષેપ કર્યો છે કે વહેલી પ્રસૂતિ થાત તે માટે તેના સસરાએ પરિણીતાને દોરાધાગા પણ પહેરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, હાલ તો પરિણીતાની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યો છે. તેમજ આ સમગ્ર મામલે પરિણીતાના સાસુ-સસરા અને પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.